Uttar Pradesh

કાનપુરમાં રેડ બાદ રૂપિયાની ગણતરીમાં ૧૩ મશીનો દ્વારા ૩૬ કલાકે ગણાયા

કાનપુર
પીયૂષ જૈન મૂળ કન્નોજનો નિવાસી છે. કાનપુરમાં તેના ઘરે દરોડા પડ્યા બાદ ઝ્રમ્ૈંઝ્ર અને ૈં્‌ના ઓફિસરો પીયૂષના દીકરા પ્રત્યૂષને લઈને કન્નોજ સ્થિત ઘરે પહોંચ્યા હતાં. અહીં માત્ર બે રુમની તપાસમાં જ ૪ કરોડ રુપિયા મળ્યા છે. હજી ઘરના ઘણા રુમ તપાસવાના બાકી છે. તેના માટે ઓફિસરોએ એક્સ્ટ્રા ટીમ બોલાવી છે. સુરક્ષા માટે પોલીસ ફોર્સને પણ બોલાવામાં આવી છે. શિખર પાન મસાલા સમગ્ર દેશમાં સપ્લાઈ કરવાનું કામ ગણપતિ રોડ કેરિયરના માલિક પ્રવીણ જૈન પાસે હતું. ૈં્‌ ટીમે તે ટ્રાન્સપોર્ટ પર પણ દરોડા પાડ્યા. કાર્યવાહીમાં ટ્રાન્સપોર્ટર પ્રવીણ જૈનના ઘરેથી ૪૫ લાખ અને ઓફિસથી ૫૬ લાખ રુપિયા કેશ મળ્યા છે. ૈં્‌ ટીમે ૩.૦૯ કરોડ રુપિયાનો ટેક્સ અને દંડ ફટકાર્યો છે.કાનપુરમાં આવકવેરા વિભાગને પીયૂષ જૈનના ઘરેથી ૧૫૦ કરોડ નહીં પણ ૧૭૭ કરોડ રુપિયા મળ્યા છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્ડાયરેક્ટ એન્ડ કસ્ટમ (ઝ્રમ્ૈંઝ્ર) અને આયકર વિભાગ (ૈં્‌)ના ઓફિસર પણ દરોડામાં મળી આવેલ કેશને જાેઈને ચૌકીં ઉઠ્‌યા છે. કેશની ગણતરી ૧૩ મશીનોની મદદથી સતત ૩૬ કલાક ચાલી હતી. એક સીનિયર ઓફિસરે કહ્યું કે તેમણે પોતાના કરિયરમાં આટલી રોકડ ક્યારેય જાેઈ નથી. કાનપુરની નજીક આવેલ કન્નોજમાં આવકવેરા વિભાગ સાથે જાેડાયેલા બે ઓફિસર્સ રાનૂ મિશ્રા અને વીનિત મિશ્રાના ઘરે મોડી રાત્રે ઝ્રમ્ૈંઝ્ર અને ૈં્‌ની ટીમે દરોડા પાડ્યા છે. હાલ, તેમના ત્યાંથી શું મળી આવ્યું તેની કોઈ જાણકારી જાહેર કરવામાં આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આ બંનેનું પણ પીયૂષ જૈન સાથે કોઈ કનેક્શન છે. શુક્રવાર મોડી રાતે ૧ વાગ્યા સુધી જૈનના ઘરે કેશની ગણતરી ચાલી હતી. રોકડ રકમને ૪૨ મોટા બોક્સમાં ભરીને કન્ટેનરમાં પોલીસ સુરક્ષા વચ્ચે મોકલવામાં આવી. જૈનના ઘરેથી સોનાના દાગીના પણ મળ્યા છે. તેને બોક્સમાં સીલ કરાવીને લઈ જવામાં આવી રહ્યા છે. એક લોકરની સાથે ઘણા ડોક્યૂમેન્ટ પણ કબજે કરવામાં આવ્યા છે. હાલ ઝ્રમ્ૈંઝ્ર અને ૈં્‌ના ઓફિસર પીયૂસ જૈનના ઘરે જ છે. શનિવારે પણ તપાસ ચાલૂ રહેશે.

Kanpur-177-crore-case.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *