Uttar Pradesh

ઝારખંડમાં નકસલીઓનો આતંક ૨ વર્ષમાં ૩૫ ગ્રામજનોના જીવ લીધા

ઝારખંડ
તાજેતરમાં ગુમલા જિલ્લાના ચેનપુર બ્લોકના કુરુમગઢ પોલીસ સ્ટેશન પર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી નક્સલીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર બાદ પોલીસને ભારે પડતા જાેઈને નક્સલવાદીઓ અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા. તેના થોડા દિવસો પહેલા સીપીઆઈ-માઓવાદીઓએ કુરુમગઢના નવનિર્મિત પોલીસ સ્ટેશન બિલ્ડીંગમાં બોમ્બ પ્લાન્ટ કરીને બ્લાસ્ટ કર્યો હતો. આ કેસમાં,પોલીસ હેડક્વાર્ટર દ્વારા બેદરકારી દર્શાવાના આરોપમાં ગુમલા એસપી ડૉ એહતેશામ વકારીબને શો-કોઝ કર્યા હતા.ઝારખંડમાં નક્સલવાદીઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. નક્સલવાદીઓના નિશાને ગ્રામીણ છે. છેલ્લા ૨૩ મહિનામાં રાજ્યમાં સક્રિય અલગ-અલગ નક્સલવાદી સંગઠનો દ્વારા ૩૫ લોકોની હત્યા કરવામાં આવી છે. ઝારખંડ પોલીસ હેડક્વાર્ટરના ડેટા અનુસાર, વર્ષ ૨૦૨૦માં ૨૬ લોકોની હત્યા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૧ માં નવેમ્બર સુધી, ૦૯ લોકોની હત્યા કરવામાં આવી હતી. ઝારખંડ પોલીસ સતત નક્સલવાદીઓ પર લગામ લગાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમ છતાં નક્સલવાદીઓ સતત ગ્રામીણ લોકોને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં, એક કરોડની ઈનામી રકમ સાથે નક્સલવાદી પ્રશાંત બોઝની ધરપકડ બાદ નક્સલવાદીઓએ બદલો લેવાની કાર્યવાહી તેજ કરી છે. છેલ્લા ૨૩ મહિનામાં નક્સલવાદી સંગઠનોએ ૨૩ વાહનોને આગ ચાંપી હતી. વર્ષ ૨૦૨૦ માં ૧૬ અને વર્ષ ૨૦૨૧માં નવેમ્બર સુધીમાં ૦૭ વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આ સિવાય આ ૨૩ મહિનામાં કુલ ૨૮ નક્સલી હુમલાઓ થયા છે. અપહરણની ૦૬, ૈંઈડ્ઢ બ્લાસ્ટની ૨૦ અને પોલીસ પર હુમલાની ૫ ઘટનાઓ બની છે. પ્રતિબંધિત નક્સલવાદી સંગઠન ઝ્રઁૈં માઓવાદીઓના નિશાના પર પોલીસના બાતમીદાર છે. પોલીસને ખુણે-ખુણાની જાણકારી મળે એટલા માટે પોલીસ બિનસત્તાવાર રીતે બાતમીદારોને પુનઃસ્થાપિત કરે છે. નક્સલવાદી પ્રવૃત્તિ અને આવા અન્ય અહેવાલોના બદલામાં, બાતમીદારોને પોલીસ તરફથી અમુક ઈનામ પણ મળે છે. ઇનામમાં શું અને કેટલું મળે છે ? તે બધુ સરકારના રેકોર્ડમાં હતું નથી. નક્સલવાદી વિસ્તારોમાં, બાતમીદારોના કારણે જ પોલીસને ઘણી વખત મોટી સફળતા મળે છે. પરંતુ જાે નક્સલવાદીઓને આ અંગેની જાણ થાય તો તેઓ સમાચાર આપનાર બાતમીદારને મારી નાખે છે. તાજેતરના મહિનાઓમાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં નક્સલવાદીઓએ બાતમીદારનો આરોપ લગાવીને લોકોની હત્યા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *