ઉતરપ્રદેશ
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતી જાેઈ કાકા-ભત્રીજા એટલે કે શિવપાલ યાદવની પ્રસપા અને અખિલેશ યાદવની સપા વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. જે બાદ યાદવ પરિવારે ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. શિવપાલ સિંહ યાદવે કહ્યું હતુ કે આપણે ચૌધરી ચરણ સિંહના જન્મદિવસને ખેડૂત દિવસ તરીકે ઉજવીએ છીએ અને બધા જાણે છે કે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ખેડૂત તરીકે થયો હતો.આ કાર્યક્રમમાં પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયાના પદાધિકારીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના સૈફઈમાં પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (પ્રસપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતુ. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, સમાજમાં ઘણી એવી બાબતો છે, જેનો ખોટો ઢંઢેરો પીટવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે દેશના વડાપ્રધાન જૂઠું બોલે છે અને ઉતર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી જ જૂઠું બોલતા હોય તો દેશ ક્યાં જશેપ? દેશમાં દેવુ વધી રહ્યુ છે અને માથાદીઠ આવક ઘટી રહી છે તો દેશ ક્યાંથી આગળ વધશે. ઉલ્લેખનીય છે કે, શિવપાલ સિંહ યાદવ ગુરુવારે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના જન્મદિવસે હંવરાની ડિગ્રી કોલેજમાં અખિલ ભારતીય કવિતા સંમેલનમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે સામાજિક પરિવર્તન યાત્રા કાઢી હતી, અમે જાણીએ છીએ કે ગરીબી વધી છે, બેરોજગારી વધી છે, દેશ જાેખમમાં છે અને આપણું બંધારણ પણ ખતરામાં છે. હવે ન્યાયતંત્ર પર પણ આંગળી ચીંધવામાં આવી રહી છે. અપ્રમાણિકતા અને ભ્રષ્ટાચાર પર પણ આંગળીઓ ઉઠવા લાગી છે. ગરીબોને ન્યાય નથી મળતો અને લાંચ વગર કોઈ કામ થતું નથી.
