રાયપુર
ભારતને પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાતના ૯૯ ટકાની આયાત કરવી પડે છે. નાણાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સની નિશ્ચિત રકમ વસૂલ કરે છે. જ્યારે રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પર મૂલ્ય આધારિત ટેક્સ(વેટ) વસૂલ કરે છે. ર્નિમલા સિતારમને સ્વીકાર્યુ હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે સામાન્ય માનવીની મુશ્કલીમાં વધારો થયો છે. સામાન્ય માનવી પરનો આ આર્થિક બોજ દૂર કરવા માટે કેન્દ્ર અને રાજ્યો સરકારોએ સાથે મળીને કાર્ય કરવું જાેઇએ.મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચાઇએ પહોંચ્યા પછી કન્દ્રીય નાણા પ્રધાન ર્નિમલા સિતારમને જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવને આધારે નક્કી થાય છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અંગે કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને કાર્ય કરવું જાેઇએ. રાયપુરમાં છત્તીસગઢ ભાજપ કાર્યાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધતા નાણાપ્રધાને જણાવ્યું હતું કે ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કીંમતો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પર આધાર રાખે છે. તેથી કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરવો જાેઇએ કારણકે કેન્દ્ર અને રાજ્યો બંને પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વસુલ કરે છે.