લખનઉ ,
લખીમપુર ખીરીની ઘટનામાં અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ કાર નીચે કચડીને ચાર ખેડૂતોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો થઈ રહ્યો છે ત્યારે સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંશ્રી અજય મિશ્રા ટેનીએ કહ્યું છે કે કોઈ ઘટનાસ્થળ પર તેમના પુત્રની હાજરીનો એક પણ વીડિયો બતાવી દે તો તેઓ મંત્રીપદેથી રાજીનામું આપી દેશે. અજય મિશ્રા ટેનીએ મંગળવારે પત્રકારોના સવાલનો જવાબમાં કહ્યું, હું સતત કહી રહ્યો છું કે અમારી પાસે એ સાબિત કરવાના પર્યાપ્ત પુરાવા છે કે હું કે મારો પુત્ર બંનેમાંથી કોઈ ઘટનાસ્થળે હાજર નહોતા. અમે કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર છીએ. જે પણ દોષી હશે તેણે આ બધું પ્લાન કર્યું હશે, તેને છોડવામાં નહીં આવે.આશીષ મિશ્રાએ પોતાના પર લાગેલા તમામ આરોપોનો ઈનકાર કરતાં કહ્યું કે, તેઓ ઘટનાસ્થળે હાજર નહોતા તેમ છતાં તેમની સામે એફઆઈઆર થઈ છે. જાેકે, તેમને ઉત્તર પ્રદેશની કાયદો-વ્યવસ્થા પર સંપૂર્ણ વિશ્વાસ છે. અમારા ત્યાં ૩૫ વર્ષથી દંગલનું આયોજન થાય છે. ૩જી તારીખે દંગલ યોજાવાનું હતું. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને પણ આમંત્રણ અપાયું હતું. હું આયોજનોમાં વ્યસ્ત હતો ત્યારે કેટલાક કાર્યકરો નાયબ મુખ્યમંત્રીને લેવા અમારી ગાડી મહિન્દ્રા થાર અને અન્ય બે ગાડીમાં ગયા હતા. રસ્તામાં કેટલાક તત્વોએ લાકડી-ડંડાથી અમારી ગાડીને નિશાન બનાવી, કારના કાચ તોડી નાંખ્યા.ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં દેખાવો કરી રહેલા ખેડૂતો પર કાર ચઢાવી દઈને ચાર ખેડૂતો નીપજાવવાની ઘટનાના વિરોધમાં વિપક્ષે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ સામે આકરું વલણ અપનાવ્યું છે ત્યારે અજય મિશ્રાએ દાવો કર્યો છે કે ઘટના સમયે તેમનો પુત્ર કારમાં જ નહોતો.
