Uttar Pradesh

મોદીએ સપાને આડે હાથ લેતા જણાવ્યું કે કેન્દ્રએ ૧૮ હજાર મકાનની મંજુરી આપી તો સપાએ ૧૮ પણ ન બનાવ્યા

લખનઉ
પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવાના હતા. ન્યૂ અર્બન ઇન્ડિયા કોન્ક્‌લેવને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેન્દ્રએ પૈસા પણ મોકલ્યા હતા, મકાનોના બાંધકામને મંજૂરી પણ આપી હતી. જાેકે સમાજવાદી પાર્ટીની સરકારે અડચણો ઉભી કરી અને આ મકાનોને ન થવા દીધુ. સાથે મોદીએ એવો પણ દાવો કર્યો હતો કે મારી સરકારના કાર્યકાળમાં સૌથી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે. કેન્દ્રએ શહેરોમાં ૧.૧૩ કરોડ મકાનોને મંજૂરી આપી છે. જેમાંથી ૫૦ લાખ મકાનો પહેલાથી જ બનીને તૈયાર છે અને ગરીબોને સોપી દેવાયા છે. મોદીએ કહ્યું કે આ પ્રોગ્રામ અંતર્ગત ૨૦૧૩ પહેલા માત્ર ૧૩ લાખ મકાનોને જ મંજૂરી મળી હતી. દરમિયાન મોદીએ લાભાર્થીની સાથે વાત કરતા કહ્યું હતું કે મકાન મળી ગયું હોવાથી સગા સંબંધીઓનું આવવા જવાનું પણ વધી ગયું હશે. જવાબમાં લાભાર્થીએ કહ્યું કે હા લોકોની અવર જવર વધી ગઇ છે. બાદમાં મોદીએ રમૂજ કરતા કહ્યું કે લોકોની અવર જવર વધારે હોવાથી ઘર ખર્ચ પણ વધી ગયો હશે, આરોપો લાગી શકે છે કે મોદીએ મકાન આપીને ગરીબોનો ખર્ચ વધારી દીધો. મકાન આપીને ગુનો કરી નાખ્યો.લખીમપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચડાવી દેવાની ઘટનાથી ભારે વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અગાઉની સપા સરકાર પર પ્રહારો કર્યા હતા. લખનઉમાં મોદીએ કહ્યું હતું કે અગાઉની સમાજવાદી પાર્ટીની સરકારને ગરીબો માટે મકાનો બનાવવામાં કોઇ જ રસ નહોતો. મોદીએ દાવો કર્યો હતો કે અગાઉની સમાજવાદી પાર્ટીની સરકારે કેન્દ્ર સરકારની હાઉસિંગ સ્કીમોનો અમલ નહોતો થવા દીધો. ૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બની તે પહેલા કેન્દ્ર સરકાર રાજ્ય માટે નવા ૧૮ હજાર મકાનો બનાવવાની માન્યતા આપી હતી. જાેકે તેમાંથી સમાજવાદી પાર્ટીની તત્કાલીન સરકારે ૧૮ મકાનો પણ નહોતા બાંધ્યા.

Modi-In-Lukhnow.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *