લખનઉ,
સુપ્રીમ કોર્ટે આ આદેશ દુષ્કર્મ પીડિતાની અરજી પર આપ્યો હતો. પીડિતાએ ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ તેમજ તેના સાથીઓ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો અને સગીરા પર રેપ કર્યો હોવાનો પણ આરોપ લાગ્યો હતો. ગાયત્રી સહિત બધા જ આરોપીઓની માર્ચ ૨૦૧૭માં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં ન્યાયીક કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. આ કેસમાં જાેકે પીડિતાએ બાદમાં ઘણી વખત પોતાના નિવેદનો બદલ્યા હતા. ૨૦૧૯માં ક્લીનચીટ આપી હતી. જાેકે બાદમા નિવેદન બદલી નાખ્યું હતું અને દાવો કર્યો હતો કે દબાણમાં આવીને આ નિવેદન આપ્યું હતું.ઉત્તર પ્રદેશના ગેંગરેપના એક કેસમાં પૂર્વ મંત્રી ગાયત્રી પ્રસાદ પ્રજાપતિને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. સાંસદો અને ધારાસભ્યોની વિશેષ કોર્ટે શુક્રવારે મોડી સાંજે આ સજા આપી હતી. ગાયત્રીના અન્ય બે સાથીઓ આશીષ શુક્લા તેમજ અશોક તિવારીને પણ આજીવન કેદની સજા આપવામાં આવી હતી. આ ઉપરાંત ત્રણેયને બે લાખ રૂપિયાનો દંડ પણ કરાયોછે. વિશેષ જજ પવન કુમાર પાયે ૧૦ નવેંબરના રોજ સજા કરી હતી. જેમાં ત્રણને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ મામલાના ચાર અન્ય આરોપીઓ ગાયત્રી પ્રસાદના ગનર રહી ચુક્યા છે જેમાં ચંદ્રપાલ, પીઆરઓ રૂપેશ્વર ઉર્ફ રૂપેશ તેમજ એક વરિષ્ઠ પીસીએસ અધિકારીના પુત્ર વિકાસ વર્મા તથા અમરેંદ્ર સિંહ ઉર્ફે પિંટૂને સાક્ષીઓના અભાવે છોડી મુકવામાં આવ્યા હતા. શુક્રવારે ત્રણેય આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ પર ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ તેમજ અન્ય છ આરોપીઓની સામે ૧૮મી ફેબુ્રઆરી ૨૦૧૭ના રોજ ગૌતમપલ્લીમાં સામૂહિક દુષ્કર્મ, જાનમાલને નુકસાન તેમજ ધમકી અને પોક્સો એક્ટ અંતર્ગત કેસ દાખલ કરાયો હતો.


