Uttar Pradesh

રામમંદિરમાં ટ્રકોના સ્કેનિંગ માટે વિદેશથી ખાસ મશીન આવશે

અયોધ્યા
તાજેતરમાં આવા ફુલ બોડી સ્કેનરને અટારીમાં ભારત-પાકિસ્તાનની સરહદ પર બનેલી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ પર લગાવવામાં આવ્યું છે. તેના દ્વારા દાણચોરી અને બીજી બધી બાબતો પર અંકુશ મેળવી શકાય છે. આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલા એક અધિકારી મુજબ સંપૂર્ણ બોડી સ્કેનર વિદેશથી મંગાવીને અયોધ્યામાં લગાડવામાં છથી સાત મહિનાનો સમય લાગી શકે છે. આ સ્કેનર મંદિરની સલામતીમાં રોકાયેલી યુપી પોલીસને આપવામાં આવશે.અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે સામાન લાવી રહેલી ટ્રકોનું સ્કેનિંગ થશે. આ માટે વિદેશથી ખાસ સ્કેનર મંગાવવામાં ાવશે. અયોધ્યામાં બનતા રામમંદિરના બાંધકામ સાથે જાેડાયેલી સામગ્રીઓ માટે દેશભરના વિવિધ હિસ્સામાંથી જુદી-જુદી સામગ્રી ટ્રકો દ્વારા લાવવામાં આવી રહી છે. આ સંજાેગોમાં સલામતીના પાસાને ધ્યાનમાં રાખતા રામમંદિર નજીક ફુલ ટ્રક બોડી સ્કેનર લગાવવામાં આવશે. ફુલ બોડી સ્કેનરની ખાસ વાત એ છે કે આ સ્કેનર દ્વારા સમગ્ર ટ્રકને સામાન સાથે સ્કેન કરવામાં આવશે. તેના માટે ટ્રકમાંથી સામાન નીચે ઉતારવાની જરુર નહી પડે. સૂત્રોની જાણકારી મુજબ ફુલ બોડી સ્કેનર દ્વારા કોઈપણ ટ્રકને સામાન સહિત ફક્ત બે મિનિટમાં સ્કેન કરી શકાશે. જાસૂસી સંગઠનોએ પહેલેથી જ ચેતવણી આપી છે કે રામમંદિર પર આતંકવાદીઓની નજર છે. આવામાં સામાન લઈને આવતી ટ્રકો દ્વારા આતંકવાદી સંગઠન વિસ્ફોટ કે બીજા શસ્ત્રો લાવવાનું કાવતરુ ઘડી શકે છે. આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલા અધિકારીના જણાવ્યા મુજબ ટ્રકને સ્કેન કરવા માટે સંપૂર્ણ બોડી સ્કેનર વિદેશથી મંગાવવામાં આવશે. આવા એક સ્કેનરની કિંમત ૪૦થી ૫૦ લાખ હોય છે. સ્કેનર ખરીદવા માટે કેટલીક વિદેશી કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે.

Ram-Mandir.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *