Uttar Pradesh

રિવ્યૂ લેવામાં મોડું કરતા ન્યુજીલેન્ડના બેટ્‌સમેનને પેવેલિયન ભેગુ થવું પડ્યું

કાનપુર
ફરી એકવાર ભારત અને ન્યુજીલેન્ડની કાનપુર ટેસ્ટ મુદ્દે તર્કવિતર્ક જાેવા મળ્યા હતા. ભારતીય ખેલાડી રવિચંદ્રન અશ્વિન અવાર-નવાર ચર્ચામાં રહ્યો છે. હવે આપણે બીજી ઈનિંગની જ વાત કરી લઈએ, કીવી ટીમનો બેટર ન્મ્ઉ અપિલ સામે રિવ્યૂ લેવામાં મોડો પડી જતા અશ્વિનને વિકેટ ગિફ્ટ આપી પેવેલિયન ભેગો થયો હતો. બીજી ઈનિંગની ત્રીજી ઓવર દરમિયાન અશ્વિન ફરીથી ચર્ચામાં આવ્યો હતો. તેણે ઓવરના છેલ્લા બોલ પર વિલ યંગ વિરૂદ્ધ ન્મ્ઉની અપિલ કરી હતી, જેને અમ્પાયરે સ્વીકારી બેટરને આઉટ જાહેર કર્યો હતો. જાેકે આ દરમિયાન વિલ યંગ નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઊભેલા ટોમ લેથમ સાથે ચર્ચા કરવા લાગ્યો હતો.બંને ખેલાડી વચ્ચે ડ્ઢઇજી લેવો કે નહીં એ અંગે ચર્ચા એટલી લાંબી ચાલી કે ૧૫ સેકન્ડનું ટાઈમર પુરી થઈ ગયું હતું. નિયમો પ્રમાણે કોઈપણ બેટર આ નિશ્ચિત ટાઈમરની અંદર ડ્ઢઇજી લેશે કે નહીં એનો ર્નિણય કરવાનો હોય છે. તેવામાં વિલ યંગે ટાઈમર ૦ સેકન્ડ થયું ત્યારપછી ડ્ઢઇજી લેવા ટકોર કરી પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું અને અમ્પયારે પણ રિવ્યૂ લેવાની ના પાડી દીધી હતી. અને ત્રીજા દિવસે ફિલ્ડિંગથી લઈ બોલિંગ દરમિયાન અશ્વિન ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો. તો ચલો આપણે કાનપુર ટેસ્ટમાં અશ્વિનના આવા જ કેટલાક ચર્ચિત કિસ્સા પર નજર ફેરવીએ. ડ્ઢઇજી લેવામાં મોડુ થઈ જતા વિલ યંગ ૨ રન કરી પેવેલિયન ભેગો થયો હતો. તેવામાં લાઈવ મેચ દરમિયાન બોલ ટ્રેકિંગના રિપ્લે દરમિયાન સ્પષ્ટપણે જાેવા મળ્યું હતું કે બોલ મિસિંગ લેગ સ્ટમ્પ હતો. તેવામાં જાે બેટરે જલદી રિવ્યૂ લીધો હોત તો ભારતને પહેલી વિકેટ ના મળી હોત. આ કિસ્સાને પરિણામે ચોથા દિવસે પણ અશ્વિન ચર્ચામાં રહ્યો હતો. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અશ્વિન અવાર-નવાર ચર્ચાનું કેન્દ્ર બનીને રહ્યો છે. પહેલા અમ્પાયર સાથે બોલિંગના કારણે તે વિવાદમાં રહ્યો અને ત્યારપછી ઉમેશ યાદવની ઓવરમાં ફિલ્ડિંગ દરમિયાન તેણે પોતાનું બેસ્ટ આપ્યું હતું. જાેકે બોલ પકડવા જતા તેનું પેન્ટ થોડું કમરથી નીચે સરકી ગયું હતું. જેના ફોટો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અશ્વિને ત્રીજા દિવસે શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગ કરી પોતાનું બેસ્ટ આપ્યું હતું. તેવામાં કીવી ટીમને ૨૯૬ રનમાં ઓલઆઉટ કરી દેવામાં અશ્વિનનો ફાળો પણ મહત્ત્વનો રહ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમે પહેલી ઈનિંગમાં શાનદાર શરૂઆત કર્યા પછી બેક ટુ બેક વિકેટ ગુમાવી હતી. આ દરમિયાન ૯ વિકેટ ગુમાવી ચૂકેલી ન્યૂઝીલેન્ડ ટીમના પૂંછડિયા બેટરને આઉટ કરવા રહાણેએ ઉમેશ યાદવને ૧૪૨મી ઓવર કરવા આપી હતી. જેના પહેલા બોલને દ્ગઢના બેટર સોમરવિલે મિડવિકેટ પર ફ્લિક કરી દીધો હતો. આ બોલ જે ઝડપે જતો હતો એનાથી લાગ્યુ કે તે બાઉન્ડરી લાઈનની બહાર પહોંચી જશે, પરંતુ અશ્વિને શાનદાર ફિલ્ડિંગ કરી બોલને રોકી લીધો હતો. સોમરવિલના શોટને રોકવા જતા અશ્વિનનું પેન્ટ કમરથી નીચે સરકી ગયું હતું. તેમ છતા અશ્વિને સારી ફિલ્ડિંગ કરી ૨ રન બચાવ્યા હતા. ૧૪૨ ઓવરના અંત સુધી કીવી ટીમનો સ્કોર ૨૯૬/૯ રન રહ્યો હતો.રવિચંદ્રન અશ્વિને શાનદાર ફિલ્ડિંગ કર્યા બાદ યાદવની ઓવર પછી બોલિંગમાં પણ પોતાની છાપ છોડી હતી. તેણે ૧૪૩મી ઓવરના ત્રીજા બોલ પર સોમરવિલને બોલ્ડ કરી કીવી ટીમને ૨૯૬ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જેના પરિણામે ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં ૪૯ રનથી ન્યૂઝીલેન્ડથી આગળ રહી છે. રવિચંદ્રન અશ્વિને પહેલી ઈનિંગમાં કુલ ૪૨.૩ ઓવર નાખી હતી. આ દરમિયાન તેણે ૧૦ મેડન ઓવર સાથે ૮૨ રન આપી ૩ મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી છે. અશ્વિને ન્યૂઝીલેન્ડના યંગ, જેમિસન અને સોમરવિલને પેવેલિયન ભેગા કર્યા હતા. પહેલા સેશનમાં વિકેટ લેવા માટે અશ્વિને નવો પ્રયોગ કર્યો હતો. અશ્વિને એન્ડ ચેન્જ કરી બોલ રિલીઝ કરવાની પદ્ધતિ બદલતાં અમ્પાયર અકળાયા હતા. તેમણે ઈન્ડિયન સ્પિનરને બોલાવી ઠપકો આપતાં કહ્યું કે તું આમ બોલિંગ ન કર, મને દેખાતું નથી અને તું આનાથી ડેન્જર ઝોનમાં પણ પગ મૂકી શકે છે. જાેકે આ વિવાદ વકરતાં અજિંક્ય રહાણે અને રાહુલ દ્રવિડને મધ્યસ્થી કરવી પડી હતી. કાનપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમે ૨૩૪/૭ના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી દીધી છે. જેથી પહેલી ઈનિંગની લીડને ઉમેરી ન્યૂઝીલેન્ડને ૨૮૪ રનનો ટાર્ગેટ મળ્યો છે. જેના જવાબમાં ડ્ઢછરૂ-૪ સ્ટમ્પ્સ સુધી કીવી ટીમે ૧ વિકેટના નુકસાને ૪ રન કર્યા છે. હવે કાલે કાનપુરની પિચ પર કીવી ટીમ કેવી રીતે ઈન્ડિયન સ્પિનર્સનો સામનો કરશે એ જાેવાજેવું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *