લખનઉ
બહરાઇચ સ્થિત નબીનગર મોહરનિયા ગામમાં ખેડૂતના કુટુંબીજનો પણ નારાજ છે. તેમણે પણ પોસ્ટમોર્ટમ પર સવાલ કરતા અંતિમ સંસ્કાર રોકી દીધા છે. અંતિમ સંસ્કારની તૈયારીમાં લાગેલા સરદાર ગુરનામસિંહ મુજબ રિપોર્ટમાં ગોળી લાગવાની વાત બતાવાઈ નથી. તેથી મૃતક ગુરવિંદર અને દલજીતનો અંતિમ સંસ્કાર પણ નહી થાય. આ અંગે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતનું નિવેદન આવ્યું છે, તેમણે જણાવ્યું હતું કે મૃત્યુ પામનારા ખેડૂતોના કુટુંબીજનોને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો છે.લખીમપુર ખીરી ટિકુનિયા કાંડમાં માર્યા ગયેલા ખેડૂતોના અંતિમ સંસ્કાર હજી સુધી થયા નથી. માર્યા ગયેલા ચારેય ખેડૂતોના કુટુંબીજનોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે અને અંતિમ સંસ્કાર કરવાનો ઇન્કાર કર્યો છે. કુટુંબીજનોનું કહેવું છે કે તેમને શક છે કે ખેડૂતોના મોત ગોળી મારવાના લીધે થયા. છેલ્લે મળતા સમાચાર મુજબ ગુરવિંદરને છોડીને બાકીના ત્રણેયના અંતિમ સંસ્કાર સમયસર થઈ શકે છે. ગુરવિંદરનું પોસ્ટમોર્ટમ પાંચ ડોક્ટરોની ટીમ પાસેથી કરાવવાની માંગ થઈ રહી છે. મૃત્યુ પછી ચારેય ખેડૂતોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું તેમા તે વાત સામે આવી હતી કે તેમને ગોળી વાગી ન હતી, પરંતુ તેમના મોત ઘસડાવવાના લીધે થયા હતા. આ પહેલા દાવા કરવામાં આવ્યા હતા અને કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે કે એક વાહન ખેડૂતોને ટક્કર મારીને પસાર થયું હતું. બહરાઇચ અને લખીમપુરના ચારેય ખેડૂત કુટુંબોએ તેમના શબ હજી સુધી ઘરમાં રાખ્યા છે. બહરાઇચના નાનપરાના રહેનારા ૩૫ વર્ષીય દલજીતસિંહના કુટુંબીઓને શક છે કે મૃત્યુ પામનારના મોત ગોળી લાગવાથી થયા.