લખીમપુર
આપ, એસપી, બીએસપી અને કોંગ્રેસ સાથે મળી એક અવાજે મિશ્રાને પદ ઉપરથી દૂર કરવાની અને તેમના પુત્રની ધરપકડ કરવાની માગણી કરી હતી જ્યારે તૃણમૂલ પ્રતિનિધિ મંડળે મૃત્યુ પામેલા ખેડૂતોનાં પરિવારોની લખીમપુરમાં આજે મુલાકાત લીધી હતી. વાત સીધી અને સાદી છે. આ ઘટનાનો લાભ ૨૦૦૨માં ઉ.પ્ર.માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષો પૂરેપૂરો લેશે જ. રાહુલ ગાંધી પણ લખીમપુર જવાના છે જ્યાં તેઓ શિવસેનાના સાંસદ સંજય રાઉતને પણ મળશે અને વિપક્ષોનાં સંયુક્ત પગલાં વિશે વિચારણા કરશે? રા.લો.દ.ના જયંત ચૌધરીે ઉ.પ્ર.માં કાનૂન અને વ્યવસ્થા તદ્દન પડી ભાંગી હોવાનો આક્ષેપ કરતાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સ્થાપવાની માગણી કરી હતી. તે સર્વવિદિત છે કે ઉ.પ્ર.ની પોલીસે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા વાડ્રા, સાંસદ ભૂપેન્દર હૂડાની રાજ્યમાં અશાંતિ ફેલાવવા માટે ધરપકડ કરી હતી. કોંગ્રેસે તે ધરપકડને ગેરકાયદે દર્શાવી હતી.લખીમપુર ખેરીમાં બનેલા બનાવ પછી વિપક્ષોએ ગઈકાલે (મંગળવારે) ઉ.પ્ર. સરકાર ઉપર પસ્તાળ પાડી હતી. જેમાં તેમણે તે ઘટનાઓના વિડીયો ક્લીપિંગ્સ જાેયા પછી તેમાં એક જીેદૃ દેખાવકારો ઉપર ધસી જતી જાેયા પછી ભાજપ સરકાર સામે સંયુક્ત આક્રમણ લઈ જવા ર્નિણય કર્યો હતો. ઉ.પ્ર.નાં સીતાપુરમાં બંદીવાન રહેલા પ્રિયંકા વાડ્રાએ આ વિડીયો વિશે સાંભળ્યા પછી કહ્યું હતું કે શા માટે આ વિડીયો જાેઈ તેમાં રાજ્ય કક્ષાના ગૃહમંત્રી અજય મિશ્રાના પુત્રે કાર પેલા નિર્દોષ ખેડૂતો પર ચઢાવી દીધી હોવા છતાં તેની ધરપકડ કરાઈ નથી કે શા માટે અજય મિશ્રાનું ત્યાગપત્ર માગવામાં આવ્યું નથી. કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકાએ આ વિધાનો કર્યા હતા જ્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને ભાજપના સાંસદ વરૂણ ગાંધી તથા આપના નેતા સંજય સિંહ સર્વેએ એવું સહ-વિડીયો ઉતરાવ્યો હતો જેમાં વરૂણ ગાંધીએ તે ઘટનાને હૃદયદ્રાવક ગણાવી હતી.
