લખીમપુર
૩ ઓક્ટોબરે લખીમપુર ખેરીના તિકુનિયા ખાતે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાતનો વિરોધ કરી રહેલા ખેડૂતોના એક જૂથ ત્રણ વાહનોના કાફલાને ખેડૂતોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ચાર ખેડૂતો અને એક પત્રકારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગુસ્સે ભરાયેલ ભીડે ભાજપના ત્રણ કાર્યકરોને મારી નાંખ્યા હતા. આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાની હાજરીમાં ગાડીઓએ ખેડૂતો અને પત્રકારને કચડી નાખ્યા હતા. આ સાથે આરોપ છે કે ભાજપના નેતાઓ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં લખીમપુર પોલીસે આરોપી આશિષ મિશ્રા અને તેના નજીકના મિત્રોની ધરપકડ કરી હતી. હાલ તમામ જેલમાં છે. ભાજપના કાર્યકરોને માર મારવા બદલ કેટલાક ખેડૂતોની પણ ધરપકડ કરવામાં આવી છે. ખેડૂતોને કચડી નાખવાના આ મામલો ચર્ચામાં છે. આના પર પણ ભારે રાજનીતિ થઈ રહી છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં ગઈકાલે (૮ નવેમ્બર) સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારને ઢીલી કાર્યવાહી સામે ફટકાર લગાવી હતી.લખીમપુર હિંસા કેસમાં ફોરેન્સિક લેબના રિપોર્ટમાં ફાયરિંગની પુષ્ટિ થઈ છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા અને તેમના નજીકના મિત્ર અંકિત દાસના લાયસન્સવાળા હથિયારના બેલેસ્ટિક રિપોર્ટમાં ફાયરિંગની પુષ્ટિ થઈ છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે તિકુનિયામાં હિંસા દરમિયાન હથિયારો વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તિકુનિયા હિંસા દરમિયાન ખેડૂતોએ ભાજપના નેતાઓ દ્વારા ફાયરિંગનો મુદ્દો ઉઠાવ્યો હતો. લખીમપુર પોલીસે આ માટે તપાસ હાથ ધરી છે. અંકિત દાસની રીપીટર ગન, પિસ્તોલ અને આશિષ મિશ્રાની રાઈફલ અને રિવોલ્વર જપ્ત કરી ચારેય હથિયારોનો એફએસએલ રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ફાયરિંગની પુષ્ટિ કરવામાં આવી છે. હ્લજીન્ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે ફાયરિંગ આશિષ મિશ્રાના લાયસન્સવાળા હથિયારથી કરવામાં આવ્યું હતું, પરંતુ ફાયરિંગ રાઈફલથી કરવામાં આવ્યું હતું કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલમાં ફોરેન્સિક લેબના રિપોર્ટ બાદ હવે આશિષ મિશ્રા અને અંકિત દાસની મુશ્કેલી વધી શકે છે. હાલ બંને જેલમાં છે.
