લખીમપુર ખીરી
લખનઉમાં આવેલા ગાંધીજીના સ્મારક પાસે પ્રિયંકાએ આ ધરણા પ્રદર્શન કર્યા હતા. લખીમપુર ખીરીમાં જે ચાર ખેડૂતોના કાર નીચે કચડાઇ જવાથી મોત નિપજ્યા હતા તેમના માટે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. લખીમપુર ખીરીમાં યોજાનારી આ પ્રાર્થના સભામાં ખેડૂત નેતાઓ હાજર રહેશે. જાેકે ખેડૂતોએ જાહેરાત કરી છે કે આ પ્રાર્થના સભામાં કોઇ પણ રાજકારણીને સ્ટેજ પર નહીં આવવા દેવાય. જે સૃથળે આ સમગ્ર ઘટના બની હતી તેનાથી થોડે દુર ખેડૂતો દ્વારા આ અંતિમ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે યોજાનારી આ સભામાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત સહિતના ખેડૂતો પણ હાજર રહેશે.લખીમપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચડાવી દેતા પાંચ લોકો કચડાઇને મોતને ભેટયા હતા. જ્યારે બાદમાં થયેલી હિંસામાં ત્રણ લોકો માર્યા ગયા હતા. આઠ લોકોનો ભોગ લેનારી આ સમગ્ર ઘટનાના આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની પોલીસે ધરપકડ કરી લીધી હતી. જે બાદ તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા, કોર્ટે આશિષ મિશ્રાને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. જ્યારે પોલીસને સૃથળ પર આશિષ મિશ્રા હાજર હોવાના કેટલાક પુરાવા મળ્યા છે. જેને પગલે મંત્રી પુત્રના સૃથળ પર ન હોવાના દાવા પણ પોકળ સાબિત થઇ શકે છે.સીનિયર પ્રોસિક્યૂશન ઓફિસર એસપી યાદવે કહ્યું હતું કે પોલીસે આશિષ મિશ્રાના ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેમાંથી તેમને ત્રણ દિવસના રિમાન્ડની મંજૂરી મળી ગઇ છે. આ દરમિયાન પોલીસ આશિષ મિશ્રાની વધુ પૂછપરછ કરે તેવી શક્યતાઓ છે. જાેકે જ્યારે પૂછપરછ કરવામાં આવે ત્યારે આરોપી આશિષ મિશ્રાની સાથે તેમના વકીલને પણ હાજર રહેવાની કોર્ટે છુટ આપી છે. આ પહેલા કોર્ટે આશિષ મિશ્રાને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ આ સમગ્ર ઘટના બની ત્યારથી ધરણા પ્રદર્શન અને વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ લખનઉમાં મૌન ધરણા કર્યા હતા અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના રાજીનામાની માગણી કરી હતી. લખીમપુરની ઘટનામાં તેમનો પણ હાથ હોવાના આરોપો સાથે પ્રિયંકાએ આ માગણી કરી હતી. તેમની સાથે કોંગ્રેસના અન્ય નેતાઓ પણ જાેડાયા હતા.