Uttar Pradesh

ઉત્તરપ્રદેશમાં કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારને ૫૦ હજારની સહાય યોગી સરકાર દ્વારા મળી

લખનઉ
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે યોગી સરકાર રાજ્યના ૧૬ લાખ કર્મચારીઓને ખુશ કરવા માટે ટૂંક સમયમાં જ બોનસની સાથે વધુ ડીએ આપવા અંગે ર્નિણય લઈ શકે છે. કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (ડીએ) પાછલી ૧લી જુલાઈથી ત્રણ ટકા વધારવાનો ર્નિણય કર્યા પછી રાજ્યના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થુ વધવાની આશા છે. સૂત્રો મુજબ રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળી પહેલાં જ ઑક્ટોબરનો પગાર, વધેલું ડીએ અને બોનસના રૂપમાં જંગી રકમ મળવાની શક્યતા છે, જેને પગલે બજારમાં પણ તેજીની સંભાવના છે.ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારીના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને કેન્દ્ર સરકારની સાથે હવે યોગી સરકાર પણ ૫૦-૫૦ હજારની આર્થિક સહાય કરશે. ઉત્તર પ્રદેશમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં ૨૨,૮૯૨ લોકોનાં મોત થયા છે. યોગી સરકારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને આર્થિક સહાય માટે વિસ્તૃત દિશા-નિર્દેશો પણ આપી દીધા છે. આર્થિક મદદની આ રકમ સીધા જ લાભાર્થીના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાશે. ઉપરાંત ચૂંટણી વર્ષમાં રાજ્યના ૧૬ લાખ સરકારી કર્મચારીઓને ખુશ કરવા માટે યોગી સરકાર દિવાળી પહેલાં બોનસ આપે અને ડીએમાં વધારો કરે તેવી સંભાવના છે. યોગી સરકારે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ૫૦ હજાર રૂપિયાની આર્થિક મદદ કરવાનો ર્નિણય કર્યો છે. આ ર્નિણય હેઠળ રાજ્યમાં કોવિડ પોર્ટલ પર નોંધાયેલા મૃતકોના સ્વજનોને આ આર્થિક મદદ અપાશે. આ સહાય મેળવવા માટે આ પરિવારોએ તેમના જિલ્લામાં ડીએમ ઓફિસમાં નિશ્ચિત ફોર્મેટમાં અરજી કરવાની રહેશે. મહેસૂલ વિભાગના અપર મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે આ સંદર્ભમાં વિસ્તૃત દિશા-નિર્દેશ આપી દીધા છે. જાેકે, રાજ્ય સરકારે આ આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે પંચાયત ચૂંટણીની ફરજમાં મૂકાયેલા કર્મચારીઓ અને કોરોના મહામારી અટકાવવા કાર્યરત ફ્રન્ટલાઈન વર્કર્સને આ મદદ મળશે નહીં. રાજ્ય સરકારે પંચાયત ચૂંટણીની ફરજ દરમિયાન કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારોને રૂ. ૩૦ લાખ અને ફ્રન્ટલાઈન વર્કર્સના સ્વજનોને રૂ. ૫૦ લાખનું વળતર અગાઉથી જ આપેલું છે. એવામાં આ બંને શ્રેણીમાં આવતા પરિવારોને આ આર્થિક મદદ અપાશે નહીં. આ આર્થિક સહાય સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી અપાશે. રાજ્ય સરકારના આદેશ મુજબ મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ ‘કોરોના’ લખેલું હોવું જાેઈએ. આ સિવાય કોઈ વ્યક્તિનું મોત કોરોનાથી થયું હોય તો તેને પ્રમાણિત કરવા માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકારના ત્રીજી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ જાહેર કરાયેલા દિશા-નિર્દેશો મુજબ અપર જિલ્લાધિકારી, મુખ્ય તબીબી અધિકારી, અપર મુખ્ય તબીબી અધિકારી, પ્રિન્સિપાલ અથવા મેડિકલ કોલેજના મેડિસિનના વિભાગ અધ્યક્ષ તથા એક વિષયના નિષ્ણાતની કોરોનાથી મૃત્યુ પ્રમાણિત કરવા માટે સમિતિની રચના કરાશે. આર્થિક સહાય માટેની અરજીઓ સાથે સંલગ્ન મૃત્યુ પ્રમાણપત્રમાં કોરોનાથી મોતનો ઉલ્લેખ નહીં હોય તો તેમાં આ સમિતિ મૃત્યુના કારણોની ખરાઈ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *