લખીમપુર
૩ ઓક્ટોબરની બપોરે લખીમપુર ખીરીના ટીકુનીયા ખાતે લોહિયાળ સંઘર્ષ થયો હતો. જેમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા આ કેસમાં મુખ્ય આરોપી છે. આ કેસમાં અત્યાર સુધી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે.લખીમપુર ખીરી હિંસા બાદ ત્રણ, સુપ્રીમ કોર્ટે આ મામલે સુઓમોટો તરીકે લીધી અને ગુરુવારે તેની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે લખીમપુર હિંસા કેસમાં ઉત્તર પ્રદેશ સરકારને સખત ઠપકો આપ્યો છે. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને પોલીસ કાર્યવાહીમાં ઢીલાશના કારણે મુખ્ય ન્યાયાધીશના સખત સવાલોનો સામનો કરવો પડ્યો હતો. તેમણે રાજ્ય સરકારને ઠપકો આપ્યો હતો અને પૂછ્યું હતું કે શું પોલીસ હત્યાના આરોપીઓને નોટિસ મોકલે છે અને પૂછપરછ માટે બોલાવે છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી સંતુષ્ટ નહોતી. કોર્ટે કહ્યું કે આઠ લોકોની ર્નિદયતાથી હત્યા કરવામાં આવી હતી, આ કિસ્સામાં કાયદો તમામ આરોપીઓ માટે સમાન છે. કોર્ટે કહ્યું કે અમને આશા છે કે રાજ્ય સરકાર આ ગંભીર બાબતમાં જરૂરી પગલાં લેશે. સુપ્રીમ કોર્ટ આજે બુધવારે લખીમપુર હિંસા કેસમાં સુનાવણી શરૂ કરશે. બે વકીલોએ એક પત્ર લખીને ખેડૂતોના વિરોધ દરમિયાન થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોની હત્યા બાબતે ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસની માંગ કરી છે. તેમણે સીબીઆઈને આ તપાસમાં સામેલ કરવાની અપીલ પણ કરી છે. ઝ્રત્નૈં એન વી રમણ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ આ અરજી પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે અગાઉ ૮ ઓક્ટોબરે યુપી સરકારે લીધેલા પગલાઓ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
