Uttar Pradesh

રાશીદ અલ્વીએ કહ્યું જય શ્રી રામ બોલનારા સંત નહીં રાક્ષસો છે

ઉત્તર પ્રદેશ
વર્તમાન સમયમાં પણ કેટલાક લોકો તે રાક્ષસની જેમ જ ભગવાન શ્રી રામનું નામ જપી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભગવાન શ્રી રામનું નામ સ્નાન કર્યા વિના ન લેવું જાેઈએ, પરંતુ આજે એવું નથી થઈ રહ્યું. કેટલાક લોકો સ્નાન કર્યા વિના જ ભગવાનનું નામ લઈ રહ્યા છે. જય શ્રી રામનો સૂત્રોચ્ચાર કરનારા બધા લોકો સંત નથી હોતા. હું તો પ્રાર્થના કરું છું કે ભગવાન શ્રી કલ્કિ વહેલી તકે અવતાર લે અને ગૂનેગારોનો ખાત્મો કરે. તેમણે ઉમેર્યું કે કેટલાક લોકો ધર્મ પર વિશ્વાસ નથી કરતા, પરંતુ ધર્મની વાત કરે છે. કેટલાક લોકો કહે છે કે દેશમાં રામ રાજ્ય આવી ગયું છે, પરંતુ જ્યાં સુધી હું સમજું છું રામ રાજ્યમાં નફરતને કોઈ જગ્યા નથી. જાેકે, તેમના નિવેદન અંગે વિવાદ વધતાં રાશિદ અલ્વીએ સફાઈ આપતાં કહ્યું કે, તેમણે જે પણ કહ્યું તે સેંકડો સાધુ સંતોની સામે જ કહ્યું છે. તેમણે રામનું નામ લેનારા દરેકને રાક્ષસ નથી કહ્યા, પરંતુ રામના નામનો લાભ ઊઠાવવાની ભાજપની જૂની આદત છે. ઉલ્લેખનીય છે કે રાશિદ અલ્વી પહેલાં સલમાન ખુરશીદે તેમના નવા પુસ્તક ‘સનરાઈઝ ઓવર અયોધ્યા ઃ નેશનહૂડ ઈન અવર ટાઈમ્સ’માં એક આખું પ્રકરણ દેશમાં હિન્દુત્વની વધતી વિચારધારા ઉપર લખ્યું છે. ‘ધ સેફ્રોન સ્કાય’ મથાળા હેઠળ આ પ્રકરણના પેજ ૧૧૩ પર તેમણે આરએસએસ અને ભાજપના હિન્દુત્વની સરખામણી બોકો હરામ અને આઈએસ જેવા આતંકી સંગઠનો સાથે કરી છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં હિન્દુઓ વિરોધી વિવાદાસ્પદ નિવેદનોનો સીલસીલો ચાલુ રહ્યો છે. સલમાન ખુરશીદ પછી કોંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતા રાશીદ અલ્વીએ હિન્દુઓ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરીને હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રહી ચૂકેલા રાશિદ અલ્વીએ કહ્યું હતું કે, દેશમાં જય શ્રી રામનો સૂત્રોચ્ચર કરનારા બધા જ સાધુ નથી. રાક્ષસો પણ તેમનો સૂત્રોચ્ચર કરે છે. જાેકે, આ અંગે વિવાદ વધતા અલ્વીએ હવે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરાઈ રહ્યું હોવાનો બચાવ કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ ઉત્તર પ્રદેશના સંભલમાં એક સભામાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં જય શ્રી રામનો સૂત્રોચ્ચાર કરનારા લોકો સાધુ નહીં, પરંતુ નિશાચર (રાક્ષસ) છે. સંભલમાં કોંગ્રેસ નેતા પ્રમોદ કષ્ણમે કલ્કિ મહોત્સવનું આયોજન કર્યું છે. મહોત્સવના ત્રીજા દિવસે પહોંચેલા કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ મંચ પરથી ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા. ભાજપના નેતાઓ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે કેટલાક લોકો જય શ્રી રામનો સૂત્રોચ્ચર કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અલ્વીએ રામાયણનો એક પ્રસંગ સંભળાવતા કહ્યું કે લક્ષ્મણને તીર વાગ્યું અને હનુમાન સંજીવની જડીબુટી લેવા હિમાલય જતા હતા ત્યારે રાવણે એક રાક્ષસને હનુમાનનો રસ્તો રોકવા માટે મોકલી દીધા. તે એક જગ્યાએ બેસીને ભગવાન શ્રી રામનું નામ લેવા લાગ્યો અને તેમના ગુણગાન કરવા લાગ્યો. હનુમાનજી પણ ત્યાં રોકાઈ ગયા, પરંતુ તેમને હકીકતની ખબર પડી તો તે રાક્ષસનો વધ કરી દીધો.

Rashid-Alvi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *