Uttarakhand

ઉત્તરાખંડમાં ગામમાં થતા ઝઘડા અટકાવવા લાઈબ્રેરી શરૂ કરી

દેહરાદુન
પ્રગતિશીલ પુસ્તક કેન્દ્ર અને મુસ્કાન ઉત્તરાખંડે ગામની લાઈબ્રેરી તૈયાર કરવા માટે તેમની ટીમ પણ ઉપલબ્ધ કરાવી છે. ટીમના સભ્ય કુલદીપ કહે છે કે લાઈબ્રેરીમાં પર્યાવરણ અને ખેતીવાડીના પણ પુસ્તક છે જેથી પારિસ્થિતિકી તંત્રને પણ સમજી શકે. સસ્ટેનેબલ ટુરિઝમ માટે પર્યાવરણ સુરક્ષા પહેલી શરત છે. તેની જાગૃકતા પુસ્તકોથી જ આવશે. સાયન્સમાં રસ વધારવા માટે જ્ઞાન-વિજ્ઞાન સમિતિના પુસ્તકો રાખ્યા છે. અલગ અલગ દેશોના સાહિત્ય અને ઉત્કૃષ્ટ સંકલન પણ છે જેથી તે દુનિયાભરની સંસ્કૃતિ વિશે જાણી શકે. ખાલી પડેલા મકાનોને રહેવા લાયક બનાવી વિલેઝ ટુરિઝમને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. સાઈટસીન, બર્ડ વૉચિંગ, ફોરેસ્ટ વૉકની સાથે જ પરફોર્મિંગ આર્ટથી કમાણી માટે નવા વિકલ્પો તૈયાર થઈ રહ્યા છે. ગામના પ્રમુખ રાવત કહે છે કે અમે ઈતિહાસથી વર્તમાનને જાેડી ટુરિઝમનું એક સસ્ટેનેબલ મોડલ પણ તૈયાર કરી રહ્યા છીએ. તેના માટે લૉકડાઉનમાં નોકરી ગુમાવી ચૂકેલા યુવાનો સાથે મળી પરફોર્મિંગ આર્ટને ગામ સાથે જાેડી રહ્યા છે જેથી વિલેજ ટુરિઝમના માધ્યમથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત કરી શકાય. ગામમાં પરફોર્મિંગ આર્ટને મજબૂતી આપવા માટે પણ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં પ્રસિદ્ધ રશિયન કથાકાર અન્તોન ચેખવની કહાણી પર આધારિત નીલ સિમોનના નાટ્ય રૂપાંતરણના અડોપ્ટેશન કોમેડી મ્યુઝિકલ પ્લે યે ક્યા મજાક હૈ નું મંચન કરાયું.વોટ્‌સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી અને અધકચરી માહિતીઓની ભરમાર છે. તેનું સૌથી મોટું નુકસાન યુવા પેઢીને થઇ રહ્યું છે. તેમને આ અડધા-અધૂરાં અને બેફામ જ્ઞાનથી બચાવવા માટે હિમાલયના ખોળામાં વસેલા પૌડી જિલ્લાના કેબર્સ ગામે એક લાઇબ્રેરી શરૂ કરી છે જેથી બાળકો અને કિશોરો પુસ્તકોથી વાસ્તવિક અને સત્ય વાંચી સાચા-ખોટા વચ્ચે ફેર સમજી શકે. ગામના પ્રમુખ કૈલાશ સિંહ કહે છે કે મહામારી દરમિયાન ૫૬ યુવાનો ગામડે પાછા ફર્યા હતા. અવારનવાર સોશિયલ મીડિયા-વોટ્‌સએપ પર આવતા મેસેજાેના આધારે તેમની વચ્ચે ઝઘડા થતા હતા. ગામના લોકોએ તેમને આ જુઠ, અડધી-ધૂરી અને ભ્રામક જાણકારીથી બચાવવા માટે આ લાઈબ્રેરી શરૂ કરી છે. જેથી પ્રામાણિક વસ્તુઓ જાણી શકે અને તથ્યોમાં સુધારો કરી શકે. એટલા માટે જરૂરી છે કે તે પુસ્તકો સાથે જાેડાય. આવનારો દોર ઈન્ટલેક્ટ અને ડેટાનો છે. લોકોએ તે પ્રમાણે તૈયારી કરવી પડશે. દુનિયાની દરેક મોટી હસ્તીએ પુસ્તકોથી જ ઊંચા સ્થાન પ્રાપ્ત કર્યા છે. ખાસ વાત એ છે કે આ લાઈબ્રેરીમાં હેન્ડપિક્ડ વર્લ્‌ડ લિટરેચરની સાથે જ હિન્દીની પ્રસિદ્ધ કૃતિઓનું સંકલન છે. બાળ સાહિત્યને વિશેષ સ્થાન અપાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *