Uttarakhand

ઉત્તરાખંડમાં ગાડી ખાઈમાં પડતા ૧૩ના મોત

દહેરાદૂન ,
ઉત્તરાખંડમાં ગાડી ખાઈમાં પડતા વાહનમાં ૧૬ લોકો સવાર હતા. ઘટનામાં ૧૩ ના મોત નીપજ્યા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ૧૩ મૃતકોના મૃતદેહ ખાઈમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ-વહીવટીતંત્રની ટીમ ઘટના સ્થળે હાજર છે. સ્થાનિક લોકો પણ રાહત-બચાવ કાર્યમાં લાગેલા છે. માહિતી મળતા જ દેહરાદૂનથી એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડના રાહત-બચાવ દળ ઘટના સ્થળે રવાના થઈ ગયા હતા. એસપીએ આ જાણકારી આપી છે. ચકરાતાના એસડીએમે જણાવ્યુ કે ઘટના સ્થળ માટે ચકરાતા અને ત્યૂનીની રેવન્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી છે.ઉત્તરાખંડના ચકરાતામાં રવિવારે દર્દનાક ઘટના ઘટી. આ ઘટના ચકરાતાના સુદૂરવર્તી વિસ્તારના ત્યૂની રોડ પર સવારે લગભગ દસ વાગે થઈ છે. ચકરાતા વિસ્તાર દેહરાદૂન જિલ્લામાં છે. ચકરાતાના ભરમ ખતના બાયલા ગામથી વિકાસનગર જઈ રહેલી ગાડી રવિવારે સવારે બાયલા-પિંગુવા માર્ગ પર ગામથી આગળ અનિયંત્રિત થઈ ગઈ અને ઊંડી ખાઈમાં પડી ગઈ.

Uttarakhand-Accident.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *