West Bengal

ઈંધણના ભાવ વધારાથી મળેલ ૪ લાખ કરોડ કેન્દ્ર રાજ્યો વચ્ચે વહેંચે ઃ મમતા

કોલકાતા
મમતાએ કેન્દ્ર સરકાર પર વધુ આરોપ મૂકતા જણાવ્યું હતું કે કેન્દ્રે વેક્સિન આપવામાં પણ પશ્ચિમ બંગાળ સાથે અન્યાય કર્યો છે. ઉત્તર પ્રદેશની સરખામણીમાં પશ્ચિમ બંગાળને વેક્સિનના ખૂબ જ ઓછા ડોઝ આપવામાં આવ્યા છે. મમતાએ જણાવ્યું હતું કે અમે ખાતરી આપી હતી કે અમે વેક્સિનના ડોઝનો બગાડ નહીં કરીએ આમ છતાં અમને ઓછા ડોઝ આપવામાં આવ્યા છે. આ દરમિયાન મમતા બેનજીર્ે જાહેરાત કરી છે કે બિરભૂમ જિલ્લાના દેઓચા પચામી કોલ માઇન પ્રોજેક્ટને કારણે વિસ્થાપિત થયેલા અથવા અસર પામેલા અથવા જમીન ગુમાવનારા લોકોને વળતર આપવા માટે ૧૦૦૦૦ કરોડ રૃપિયાના પેકેજની જાહેરાત કરી છે.સરકારે તાજેતરમાં ઇઁધણના ભાવ વધારીને ચાર લાખ કરોડ રૃપિયા એક્ત્ર કર્યા છે તેમ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ દાવો કર્યો છે. મમતાએ વધુમાં જણાવ્યું છે કે ઇંધણના ભાવ વધારીને સરકારે એકત્ર કરેલી રકમ રાજ્યો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે. વિધાનસભા સત્ર દરમિયાન બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકારે આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયુટીમાં ઘટાડો કર્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાને સંબોધતા મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે રાંધણ ગેસ, પેટ્રોલ અને ડીઝલ ઉંચા ભાવે વેચીને કેન્દ્ર સરકારે ચાર લાખ કરોડ રૃપિયાની એક્સાઇઝ ડયુટી એકત્ર કરી લીધી છે. હવે કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં ઘટાડો કરે.રાજ્યોને તેમના નાણા ક્યાંથી મળશે? કેન્દ્ર સરકારે ચાર લાખ કરોડ રૃપિયા રાજ્યો વચ્ચે સરખા ભાગે વહેંચવા જાેઇએ. મમતાએ વધુમાં જણાવ્યું હતું કે નાણાકીય કટોકટી છતાં પશ્ચિમ બંગાળ સરકાર રાજ્યોને વિવિધ સબસિડી આપી રહી છે. જ્યારે પણ ચૂંટણીનજીક આવે છે ત્યારે કેન્દ્રે ભાવ ઘટાડે છે અને જ્યારે ચૂંટણી પૂર્ણ થઇ જાય છે તો કેન્દ્ર સરકાર ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાનું ચાલુ કરી દે છે.

Mamta-Benarjee.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *