,પશ્ચિમ-બંગાળ
પશ્ચિમ બંગાળમાં બુધવારે કોરોનાના ૫૩૪ નવા કેસ આવ્યા છે. અહીં કુલ દર્દીઓની સંખ્યા ૧૬,૨૮,૪૬૪ થઈ છે. અહીં ૮ દર્દીમાં સંક્રમણ બાદ મોતની સંખ્યા વધીને ૧૯,૬૯૬ થઈ ચૂકી છે. વધી રહ્યો છે ઓમિક્રોનનો આતંકકોરોનાની સાથે પ.બંગાળમાં ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. અહીં વિદેશથી આવેલા ૨ વ્યક્તિને ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે સંક્રમિતમાંથી એક વ્યક્તિ નાઈજિરિયાથી આવ્યો છે અને અન્ય વ્યક્તિ બ્રિટનથી આવ્યો હતો. ભારતમાં કુલ ૧૭ રાજ્યોમાં ઓમિક્રોનના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. દેશમાં ઓમિક્રોનના ૨૩૮ કેસ આવ્યા છે. જેના કારણે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ચૂકી છે.દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની સાથે સાથે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. હાલમાં પશ્ચિમ બંગાળમાં નદિયા વિસ્તારમાં એક જ શાળાના ૨૯ બાળકો પોઝિટિવ આવતાની સાથે હાહાકાર મચ્યો છે. આ ઘટના બાદ શાળા સહિતના વિસ્તારમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. નદિયાના કલ્યાણીમાં નવોદય કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયમાં ૨૯ બાળકો સંક્રમિત આવ્યા છે. આટલા બાળકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ અન્ય બાળકોનો પણ ટેસ્ટ કરાઈ રહ્યો છે. ધો. ૯ અને ૧૦ના ૨૯ બાળકો સંક્રમિતઉલ્લેખનીય છે કે એક અધિકારીએ એ જાણકારી આપી છે કે નદિયા જિલ્લાના એક કેન્દ્રીય વિદ્યાલયમાં ઓછામાં ઓછા ૨૯ બાળકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે. અધિકારીએ કહ્યું કે જવાહર નવોદય વિશ્વવિદ્યાલયના ધો. ૯ અને ૧૦ના ૨૯ બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. સંક્રમિત વિદ્યાર્થીઓના વાલીઓને બાળકોને ઘરે લઈ જવા કહેવાયું છે. ઘટના બાદ કલ્યાણીના એસડીઓ હીરક મંડલે કહ્યું કે શાળાના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પણ કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે.
