કોલકાતા
પશ્ચિમ બંગાળ ના નાદિયા માં એક મોટા માર્ગ અકસ્માત થયો હતો જેમાં ૧૮ લોકોના મોત થયા છે. મૃતદેહ લઈને સ્મશાન જઈ રહેલા એક મેટાડોર ઊભેલી ટ્રક સાથે અથડાઈ હતી મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.પશ્ચિમ બંગાળના નદિયાના હાંસખાલી વિસ્તારમાં શનિવારે રાત્રે આ અકસ્માત થયો હતો. મેટાડોરમાં ૨૦ થી વધુ લોકો સવાર હતા. ગાઢ ધુમ્મસ અને વધુ ઝડપના કારણે અકસ્માત સર્જાયાની આશંકા જણાઈ રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસ અને વાહનની વધુ ઝડપને કારણે આ અકસ્માત થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ તપાસ ચાલી રહી છે.
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં ગઈરાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૧૮ લોકોના કરુણ મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. આ ઘટના ઉત્તર ૨૪ પરગનાના બગદાથી ૨૦ થી વધુ લોકો મૃતદેહને લઈને નવદ્વીપ સ્મશાનઘાટ તરફ જઈ રહ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, હાંસખલી પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલબાડીમાં મેટાડોર રોડની સાઈડમાં પાર્ક કરેલી એક ટ્રક સાથે ધડાકા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ૧૮ લોકોના મોત થયા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા.