કોલકાતા
પોતાના વચનો પુરા કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. સાથે જ આ ધારાસભ્યએ એવો પણ દાવો કર્યો હતો કે તે પોતાની નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે જાેકે તે ભાજપ છોડશે કે કેમ તે અંગે કોઇ જાણકારી નહોતી આપી. સાથે જ આ ધારાસભ્યએ કહ્યું હતું કે હું એક કોમવાદી પાર્ટીમાં જાેડાયો તે વાતનું પ્રાયશ્ચીત કરવા માટે મંુડન કરાવ્યું છે. હાલમાં અનેક નેતાઓ ભાજપ છોડીને પાછા ટીએમસીમાં આવી ગયા છે. જેથી હવે આ ધારાસભ્ય પણ મમતાના વખાણ કરીને ટીએમસીમાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ તેઓ ખુલ્લેઆમ નરેન્દ્ર મોદીની ટીકા કરી રહ્યા છે. મારા મુંડનથી મે ભાજપમાં જાેડાયો તે અંગે પ્રાયશ્ચિત કર્યું છે અને હવે નવી ઇનિંગની શરૂઆત કરવા જઇ રહ્યો છું તેમ તેમણે કહ્યું હતું.પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મમતા બેનરજીની ટીકા કરનારા ભાજપના નેતાઓ હવે તેમના વખાણ કરવા લાગ્યા છે. ત્રિપુરાના ભાજપના ધારાસભ્યએ તો ત્યાં સુધી કહી દીધુ કે મમતા સાચા આૃર્થમાં મા માટી માનુષને અનુસરનારા નેતા છે. આ ધારાસભ્યએ સાથે એમ પણ કહ્યું કે તેઓ ભાજપમાં રહ્યા તે ખોટુ કર્યું છે. આશીશ દાસ નામના આ ધારાસભ્યએ કહ્યું હતું કે જાે મમતા બેનરજી વડાંપ્રધાન બને તો દરેક બંગાળી નાગરિક માટે તે ગૌરવ સમાન ગણાશે. ધલાઇ જિલ્લામાંથી એસસી બેઠક પર ભાજપની ટીકીટ પર ચૂંટણી જીતનારા આશીશ દાસે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં વિકાસ મોડલને આગળ કરીને લોકોના દિલ જીત્યા હતા.