પશ્ચિમ બંગાળ
ભવાનીપુરમાં ૨૧ રાઉન્ડની મતગણતરી બંગાળ, ભવાનીપુર, જંગીપુર અને શમશેરગંજની ત્રણ બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. ભવાનીપુરમાં ૨૧, જંગીપુરમાં ૨૪ અને શમશેરગંજમાં ૨૬ રાઉન્ડની મતગણતરી થશે. મત ગણતરી દરમિયાન અધિકારીઓને માત્ર પેન અને કાગળનો ઉપયોગ કરવાની છૂટ રહેશે. જાે કે, રિટર્નિંગ અધિકારીઓ અને નિરીક્ષકો ફોનનો ઉપયોગ કરી શકે છે.પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ૩૦ સપ્ટેમ્બરની પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બંગાળની હાઇ પ્રોફાઇલ સીટ ભવાનીપુર સહિત ૩ વિધાનસભાઓમાં ્સ્ઝ્ર અને મ્ત્નઁ વચ્ચે સીધી ટક્કર છે. ્સ્ઝ્ર ચીફ મમતા બેનર્જી પોતે ભવાનીપુરથી મેદાનમાં છે. જાે મમતા ચૂંટણી જીતશે તો તે મુખ્યમંત્રી પદ પર યથાવત રહેશે. જાે અહીં કોઈ મોટી ઉથલપાથલ થાય તો મમતાએ ઝ્રસ્ પદ છોડવું પડશે. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જીની લીડ હવે ૧૨૦૦૦ મતોને વટાવી ગઈ છે. આ સાથે, ટીએમસી કાર્યકરો ઉજવણી કરવા લાગ્યા છે. આ પહેલા ઝ્રસ્ મમતા બેનર્જી પોસ્ટલ મતોની ગણતરીમાં ભવાનીપુરથી આગળ છે. આ સિવાય તૃણમૂલ કોંગ્રેસ શમશેરગંજ અને જંગીપુર બેઠક પર પણ આગળ ચાલી રહ્યું છે ભાજપે પ્રિયંકા ટિબરેવાલને મમતા સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ્સ્ઝ્ર અને મ્ત્નઁ બંને અહીંથી પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવે છે કે મમતા ૫૦ હજાર મતોથી વિજય મેળવશે. બીજી બાજુ ભાજપ પણ મેદાનમાં બાજી મારવાનો દાવો કરી રહ્યું છે.