પશ્ચિમ બંગાળ
તામિલનાડુ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણી માટે દ્રમુક પાર્ટી દ્વારા ૧૧૪.૧૪ કરોડનો ખર્ચ થયો હતો. જાહેરખબર પાછળ ૩૯.૭૮ કરોડનું ખર્ચ કર્યો હતો. પક્ષે ઉમેદવારો પાછળ ૫૪.૪૭ કરોડનું ખર્ચ કર્યો હતો. તો તમિલનાડુ અને પોંડિચેરીની વિધાનસભાની ચૂંટણી પાછળ અન્નાદ્રમુક પાર્ટી દ્વારા કુલ ૫૭.૩૩ કરોડનું ખર્ચ કર્યો હતો.પક્ષે ૫૬.૬૫ કરોડનું ખર્ચ તો માત્ર મીડિયા જાહેરખબર પાછળ જ કર્યો હતો.તૃણમૂલ કોંગ્રેસ દ્વારા થયેલા ખર્ચને પક્ષના મધ્યસ્થ કાર્યાલયના ખર્ચ( રૃપિયા ૭૯.૬૬ કરોડ), ઉમેદવારો પાછળ થયેલા ખર્ચ ( રૃપિયા ૭૪.૬૧ કરોડ) એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ભાજપના આંકડા મળ્યા નથી. પાંચેય રાજ્યમાં ચૂંટણી પાછળ રૃપિયા ૧૩.૧૯ કરોડનું ખર્ચ થયું હતું.રાજકીય પક્ષોએ મે મહિનામાં દેશમાં યોજાયેલી પાંચ વિધાનસભાની ચૂંટણી દરમિયાન કરેલા ચૂંટણી ખર્ચ અંગેના અહેવાલ ચૂંટણી પંચને સુપરત કર્યા છે. તૃણમૂલ કોંગ્રેસે બંગાળ વિધાનસભા ચૂંટણી પાછળ રૃપિયા ૧૫૪.૨૮ કરોડ ખર્ચ કર્યા હતા. તો કોંગ્રેસે બંગાળ, તામિલનાડુ, પોંડિચેરી, કેરળ અને આસામની ચૂંટણીઓ પાછળ રૃપિયા ૮૪.૯૩ કરોડ ખર્ચ કર્યા હતા.