યુનો
યુનોનાં પીસ-કીપીંગ-ફોર્સનાં જવાનો કે યુવતીઓને બ્લ્યુ-બેરેટ્સ કે બ્લ્યુ-હેલ્મેટ્સ કહેવામાં આવે છે. કારણ કે તેઓ ભૂરી બેરેટ કે ભૂરી હેલ્મેટ પહેરતા હોય છે. આ ફોર્સમાં ભારત ઘણું વધુ પ્રદાન આપે છે. શાંતિ દળમાં સૈનિકો મોકલનારા દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે. આ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં યુનોનાં કુલ ૧૨ શાંતિ અભિયાનો હાથ ધરાયાં છે. જેમાં ભારત ૫,૪૮૧ સૈનિકો મોકલતાં ત્રીજા ક્રમે રહેલું છે.તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત પાસે ગણનાપાત્ર ટેકનોલોજી પણ છે જે પણ યુનોનાં પીસ-કીપીંગ-ફોર્સને સહાયરૂપ થઈ શકે તેમ છે.આ સાથે લેક્રોઈક્સે તે પત્રકાર પરિષદમાં સ્પષ્ટતઃ કહ્યું હતું કે ભારત તેનાં શાંતિ રક્ષક દળ સાથે તેના વરિષ્ઠ અધિકારીઓ વિશેષતઃ વરિષ્ઠ મહિલા-અધિકારીઓ પણ મોકલે તેવી અમે આશા રાખીએ છીએ.આગામી મહીને દક્ષિણ કોરિયાનાં પાટનગર સીઉલમાં યોજાનારી યુનોમાં શાંતિ-દળ મોકલનારા દેશોના મંત્રીઓની પરિષદ યોજાવાની છે તે પૂર્વે યુનોના અન્ડર સેક્રેટરી જનરલ ફોર પીસ ઓપરેશન્સ. જીન-પીયરે લેક્રોઈકએ કહ્યું હતું કે ઃ યુનોનાં શાંતિ દળમાં સૌથી વધુ ફાળો આપનારા દેશો પૈકીનાં ભારત માટે તેઓના બે સંદેશાઓ છે ઃ એક છે આભાર દર્શનનો કારણ કે ભારત આ ક્ષેત્રે આપણને સૌથી વધુ ટેકો આપનારા દેશો પૈકીનો એક દેશ છે. વાસ્તવમાં તે આપણને (યુનોને) દરેક ક્ષેત્રે ટેકો આપી જ રહ્યું છે. પછી તે રાજકીય ક્ષેત્ર હોય કે કાર્યક્ષમતા વધારવા અંગે હોય કે કોઈપણ ક્ષેત્રના પ્રતિબદ્ધતા વિષે હોય ભારત હંમેશા આપણી સાથે જ રહ્યું છે. પત્રકારોને તાજેતરમાં યુનોના ક્ષેત્રમાં જ આપેલી મુલાકાતમાં લેક્રોઈકસે કહ્યું હતું કે આ સાથે યુનોનાં શાંતિદળ સાથે જાેડાયેલા ભારતના તે સૈનિકોનાં બલિદાનોને પણ યાદ કરૂ છું. કે જેઓએ યુનોનાં શાંતિદળનાં અભિયાનો દરમિયાન પોતાનાં બલિદાનો આપ્યાં છે. ભારતને માટે મારો બીજાે સંદેશો તે છે કે અમે હજી તમારી પાસેથી ઘણી ઘણી આશાઓ રાખીએ છીએ. અમારે જેની જરૂર છે, તે શક્તિ પણ તમારી પાસે છે અને તેથી જ અમે તમારી પાસે આ આશા રાખીએ છીએ. યુનોના શાંતિદળના વડાએ વધુમાં જણાવ્યું હતું કે અમોને સહાય કરવા માટે ભારત પાસે પૂરી ક્ષમતા પણ છે. તેની પાસે ક્વોલિફાઈ પીસ કીપર્સ છે. યુનોનાં શાંતિ-દળમાં અને યુનોનાં પોલીસદળમાં પણ તે સારૂં એવું પ્રદાન કરી શકે તેમ છે. અને આ બંને ક્ષેત્રનાં તેનાં મહિલા પોલીસ કે મહિલા સૈનિકો પણ સહાયરૂપ બની શકે તેમ છે.


