International

ઈઝરાયલ બાયડનનું કહ્યું પણ માનવા તૈયાર નથી

અમેરિકા
ઇઝરાયલ ઉપર ધ્યાન આપીએ કારણ કે વિજ્ઞાાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વમાં અગ્રીમ હરોળમાં રહેલું ઇઝરાયલ માત્ર મધ્ય-પૂર્વ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ચીંતારૂપ બની રહ્યું છે. જાેકે વર્તમાન પરિસ્થિતિ માટે ગાઝા પટ્ટીમાં રહેલા અને આંતરિક-સ્વાયતત્તા ભોગવતા આરબો પણ તેટલા જ જવાબદાર છે. તેમણે કેટલાક સમય પહેલાં ઇઝરાયલનાં શહેરો ઉપર રોકેટમારો કર્યો હતો તેના જવાબમાં ઇઝરાયલે પ્રચંડ બોમ્બવર્ષા કરી હતી. આ રીતે તેણે પેલેસ્ટાઇની આરબોને ચેતવી દીધા હતા. તેટલું જ નહીં પરંતુ તેણે ઇરાનનાં એટમિક-રીએક્ટર્સ પણ તોડી પાડવાની ધમકી આપી જ દીધી છે. તેની ઉપર એવો પણ આક્ષેપ છે કે ઈરાકની મુલાકાતે ગયેલા ઈરાનના એક લેફ્ટનન્ટ જનરલની હવામાં પણ તે સંડોવાયેલું છે. જાેકે તે આક્ષેપ અન્ય આક્ષેપોની જેમ જ સાબિત તો થઈ જ શકે તેમ નથી, તે અલગ વાત છે.ઇઝરાયલે જાર્ડન નદીના પશ્ચિમ તટે ૧૩૦ નવાં સેટલમેન્ટ્‌સ સ્થાપવાની શરૂઆત કરી જ દીધી છે. આ રીતે ઇઝરાયલ તેની અને પેલેસ્ટાઈની આરબો વચ્ચે ૧૯૯૭માં થયેલી સંધિનો ખુલ્લેઆમ ભંગ કરી ગોલન હાઇટ્‌સ સહિતના વિસ્તારોમાં નવાં સેટલમેન્ટસ્‌ રચાવવાનો પ્રારંભ તો ક્યારનોએ શરૂ કરી દીધો હતો અને ૨૦૧૪થી આ પ્રવૃત્તિ અત્યંત પ્રવેગી બનાવી દીધી હતી. જે મૂળ સંધિના ખુલ્લેઆમ ભંગ સમાન છે, તેથી અમેરિકાના પ્રમુખને બાયડને પણ તેને તેમ નહીં કરવા જણાવ્યું છે, છતાં તે સાંભળ્યું ન સાંભળ્યું કરી ઇઝરાયલ તેની મનમાની રીતે આગળ વધી રહ્યું છે. આવી જ રીતે ઉત્તર-કોરિયા પણ તેના મેન્ટર ચાઈનાની પણ સલાહો અવગણી મિસાઈલ પ્રયોગો કરે જ જાય છે. આમ બંને દેશો દુનિયાભરની ઐસી-તૈસી કરી રહ્યાં છે.

Baiden.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *