વોશિંગ્ટન
અમેરિકાની જાસૂસી સંસ્થાઓએ તેવું પણ અનુમાન બાંધ્યું છે. ૈંજીના અફઘાનિસ્તાન સ્થિત (ઈસ્લામિક સ્ટેટ = ખિલાફત) ત્રાસવાદીઓ, છ એક મહિનામાં જ અમેરિકા ઉપર હુમલો કરવાની ફિરાકમાં છે. તેમ, અમેરિકાના ઉપસંરક્ષણ મંત્રી કૉલીન કાહલે મંગળવારે અમેરિકી સંસદ સમક્ષ જણાવ્યું હતું. કાહલે વધુમાં તેમ પણ કહ્યું હતું કે, આ ૈંજીના થોડા હજાર ત્રાસવાદીઓને તે માટે તૈયાર જ કરાઈ રહ્યા છે.ચીન પોતાની રાષ્ટ્રીય સલામતી અને પોતાનાં આર્થિક હિતોને જ લક્ષ્યમાં રાખી પાડોશના દેશોને દબાવી રહ્યું છે અને તેમને પોતાને (ચીન)ને અનુકૂળ રહે તેવી કાર્યવાહી તે બંને ક્ષેત્રોમાં કરવા દબાણ કરી રહ્યું છે. તેમ પેન્ટાગોને સોમવારે જણાવ્યું હતું. પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી જ્હોન કીર્બીએ એક પત્રકાર પરિષદમાં આમ સ્પષ્ટતઃ કહેતાં જણાવ્યું હતું કે ચીનની આ કાર્યવાહી ઈન્ડો-પેસિફિક દેશો માટે અનુરૃપ નથી. આથી જ બાયડન વહીવટી તંત્રે, એ વિસ્તારના દેશો સાથેનું સંગઠન અને ભાગીદારી સઘન કરવા ર્નિણય લીધો છે. સાથે તે નિશ્ચિત કરી રહ્યું છે કે, તેમની સામે ઊભા થયેલા પડકારોને પહોંચી વળવા તેઓની સંરક્ષણ-શક્તિ પ્રબળ બને. અમે તે અંગે અમે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. એક પ્રશ્નના ઉત્તરમાં કીર્બીએ કહ્યું હતું કે ભારત-ચીન સરહદે વધી રહેલી તંગદીલી ઉપર અમેરિકા સતત ધ્યાન રાખી રહ્યું છે. સહજ છે કે થોડા સમય પહેલાં જેવી તંગદીલી ભરેલી અને તોફાની પરીસ્થિતિ ત્યાં ફરી ન બને, તેમ તો સહુ કોઈ ઈચ્છે જ છે. સાથે હું ઈચ્છું છે કે, ભારતના જ સત્તાવાળાઓ તે વિષે વધુ સ્પષ્ટ અવાજ ઉઠાવે.
