International

ચીન હંમેશા એશિયન દેશોનું મિત્ર રાષ્ટ્ર છે અને હંમેશા રહેશે ઃ જિનપિંગ

બેઈજિંગ
ચીન હંમેશા આસિયાન દેશોનું મિત્ર રાષ્ટ્ર છે અને હંમેશા રહેશે. આ દેશો ચીનની પ્રાથમિકતામાં છે અને પાડોશી દેશો સાથે ચીન પાડોશીધર્મ નિભાવશે. ચીન આ દેશોને ૧.૫ અબજ ડોલરની વધુ સહાય કરશે. જિનપિંગે ૧૫ કરોડ વેક્સિનના ડોઝ આ દેશોના સંગઠનને દાનમાં આપવાની જાહેરાત પણ કરી હતી. જિનપિંગે આસિયાન દેશોને અપીલ કરી હતી કે સાથે મળીને દક્ષિણ ચીની સમુદ્રમાં શાંતિ સૃથાપવા કટિબદ્ધ બનીએ. બેલ્ટ એન્ટ રોડ ઈનિશ્યેટિવમાં સહયોગ કરવા પણ જિનપિંગે વિનંતી કરી હતી. આ દેશો અમેરિકા-ચીન બંને માટે ખૂબ જરૂરી હોવાનું કહીને ચીનના પ્રમુખે ઉમેર્યું હતું કે આ વિસ્તારમાં સહકારનું વાતાવરણ બને તે ખૂબ જ જરૂરી છે.ચીનના પ્રમુખ શિ જિનપિંગે આસિયન દેશો સાથેની કોન્ફરન્સમાં કહ્યું હતું કે ચીન દક્ષિણ-પૂર્વ એશિયામાં ધાક જમાવવાની ફિરાકમાં નથી. ચીન તેમના તમામ પાડોશીઓ સાથે શાંતિપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છે છે. તમામ પાડોશીના વિશ્વાસુ સાથીદાર બનીને ચીન સર્વાંગી વિકાસ કરવા માગે છે. વિસ્તારવાદી ચીન અવારનવાર પાડોશી દેશો સાથે અવળચંડાઈ કરે છે. ભારતની સરહદમાં ઘૂસણખોરી કરનારૂં ચીન દક્ષિણ ચીની સમુદ્રમાં મલેશિયા, વિએટનામ, ફિલિપાઈન્સ, બુ્રનેઈને રંજાડતું રહે છે. ફિલિપાઈન્સની જળસીમાનો વિવાદ તો અવારનવાર સપાટી પર આવે છે. આવી સિૃથતિમાં ચીનના પ્રમુખે આસિયન દેશોની કોન્ફરન્સમાં બહુ ડાહીડાહી વાતો કરીને ચીન ખૂબ શાંતિપ્રિય રાષ્ટ્ર હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું. દક્ષિણ-પૂર્વ એશિયન રાષ્ટ્રસંઘ (આસિયાન) દેશો સાથે ચીનના સંબંધોના ૩૦ વર્ષ પૂરા થતાં એક કોન્ફરન્સનું આયોજન થયું હતું. એમાં ચીનના પ્રમુખ જિનપિંગે આસિયાન દેશોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. એ વખતે જિનપિંગે કહ્યું હતું કે ચીન સત્તાના રાજકારણમાં માનતું નથી. તમામ પાડોશી દેશો સાથે શાંતિ ઈચ્છે છે. ચીન આસિયાન દેશોને મદદ કરીને તેમનો આર્થિક વિકાસ કરવા ધારે છે.

zinping-in-China.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *