વોશિંગ્ટન
વ્હાઇટ હાઉસમાં પ્રવેશતી વખતે ટ્રમ્પે જણાવ્યું હતું કે તે જાણે એકસાથે કારોબાર અને સરકાર બંને ચલાવી રહ્યા છે તેમ લાગે છે. મને આ બધુ જે રીતે ચાલી રહ્યુ છે તે યોગ્ય લાગતું નથી, પરંતુ મને મારી મરજી મુજબ કામ કરવા દેવામાં આવે તો હું અપેક્ષા મુજબનું પરિણામ આપી શકીશ.અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ૨૫ વર્ષમાં પહેલી વખત અમેરિકાના ટોચના ૪૦૦ ધનિકોની યાદીમાંથી બહાર નીકળી ગયા છે. આમ ટ્રમ્પને અમેરિકાનું પ્રમુખપદ મોંઘુ પડયું છે. ફોર્બ્સે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ના લીધે ટ્રમ્પની મિલકતમાં ૬૦ કરોડ ડોલરનો ઘટાડો થયો હતો. ટ્રમ્પની સંપત્તિ ૨.૫ અબજ ડોલર હતી. આમ તે ટોચના ૪૦૦ ધનિકો માટેની કટ-ઓફ રકમ કરતાં ૪૦ કરોડ ડોલર ઓછી હતી. ટ્રમ્પ પાસે તેમના ચૂંટણીના વર્ષમાં આ યાદીમાં સ્થાન જાળવી રાખવા માટેની સુવર્ણ તક હતી. ફોર્બ્સના રિપોર્ટે જણાવ્યું હતું કે ૨૦૧૬ની ચૂંટણી વખતે ફેડરલ એથિક્સના અધિકારીઓએ ટ્રમ્પને તેની રિયલ એસ્ટેટમાંથી હિસ્સો કાઢવાની ફરજ પાડી હતી. આના ભાગરુપે તેમણે બ્રોડ બેઝ ધરાવતા ઇન્ડેક્સ ફંડમાં તે રકમનું રોકાણ કર્યુ હતુ અને આ રીતે હિતોના સંઘર્ષની સ્થિતિ ટાળી હતી. જાે કે ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખે આ રોકાણ જાળવી રાખવાનો ર્નિણય લીધો હતો. તે સમયે તેમની એસેટ ૩.૫ અબજ ડોલર હતી. મેગેઝિને જણાવ્યું હતું કે જાે ટ્રમ્પ આ માટે કોઈને જવાબદાર ગણવા માંગતા હોય તો તેમણે પોતાના તરફ જ આંગળી ચીંધવી જાેઈએ.