International

ડબ્લ્યુએચઓ દ્વારા પાડવામાં આવેલ નવા વેરિઅન્ટના નામને લઈને વિવાદ

લંડન,
વિશ્વ આરોગ્ય સંગઠન (હૂ)એ દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ બી.૧.૧.૫૨૯ને નામ ‘ઓમિક્રોન’ રાખ્યું છે. જાેકે, આ નામકરણ સાથે જ નવો વિવાદ છેડાયો છે. હકીકતમાં વિશ્વમાં કોરોના મહામારીની શરૂઆતથી જ વિશ્વ આરોગ્ય સંસ્થા પર ચીનના દબાણ હેઠળ કામ કરવાનો આક્ષેપ થતો રહ્યો છે, પરંતુ હવે નવા વેરિઅન્ટના નામકરણમાં પણ ગ્રીક વર્ણમાળાના બે અક્ષરને છોડીને ફરી ‘હૂ’ પર સવાલ ઊભા થઈ ગયા છે. ‘હૂ’ નવા વેરિઅન્ટને ગ્રીક આલ્ફાબેટના લેટર્સ મુજબ નામ આપે છે. જાેકે, આ વખતે ‘હૂ’એ ગ્રીક વર્ણમાળાના બે અક્ષર ‘દ્ગે’ અને ‘ઠૈ’ છોડી દીધા છે. ‘હૂ’ અત્યાર સુધી વાઈરસના સ્વરૂપોને સરળ ભાષામાં બતાવવા માટે વર્ણમાળાના ક્રમ (આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા વગેરે)નું પાલન કરતું હતું. ટેલિગ્રાફ યુકેના અહેવાલ મુજબ ‘હૂ’એ આ બંને અક્ષરોને ઈરાદાપૂર્વક છોડી દીધા છે. ગ્રીક વર્ણમાળાના ક્રમાનુસાર કોરોનાના નવા વેરિઅન્ટનું નામ ‘ઠૈ’ રાખવાનું હતું, પરંતુ આ નામથી ‘હૂ’ને ચીની પ્રમુખ શી જિનિપિંગ ની બદનામીનો ડર હતો. ચીની પ્રમુખ જિનપિંગ ‘શી’ નામથી પણ ઓળખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *