કેનેડા
કેનેડા જેવી નબળી ટીમ સામે ધમાકેદાર વિજય હાંસલ કરીને પોતાના અભિયાનને ફરીથી પાટા ઉપર ચઢાવનાર ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ એફઆઇએચ મેન્સ જુનિયર હોકી વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય કરવા શનિવારે નેધરલેન્ડ્સ સામે કોઈ પણ ભોગે ગ્રૂપ-બીનો છેલ્લો મુકાબલો જીતવો જ પડશે.
ટૂર્નામેન્ટની શરૂઆત થઈ તે પહેલાં દાવેદાર ગણાતી ભારતીય ટીમને પ્રથમ મેચમાં જ ફ્રાન્સને ૫-૪થી હરાવીનેે મેજર અપસેટ સર્જી નાખ્યો હતો. એક વિજય અને એક પરાજય સાથે ભારત ગ્રૂપ-બીમાં બીજા ક્રમે છે. ફ્રાન્સ બંને મેચ જીતીને પ્રથમ સ્થાને છે. પોલેન્ડ ત્રીજા ક્રમે છે અને બીજા ક્રમે રહેવા માટે ભારતે તેને કોઈ પણ ભોગે હરાવવું પડે તેમ છે.
ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો મુકાબલો યુરોપિયન દિગ્ગજ અને ટોચની ક્રમાંકિત બેલ્જિયમની ટીમ સામે થઈ શકે છે. આ સ્થિતિમાં ભારતે વધારે પડતા આત્મવિશ્વાસથી બચવું પડશે. બીજી મેચમાં કેનેડા સામે ભારતીય ખેલાડીઓએ પોતાની ક્ષમતાનો પરચો આપી દીધો હતો. ભારતે હવે તેની તમામ મેચ જીતવી પડે તેમ છે. સ્ટાર ડ્રેગ ફ્લિકર સંજયે બંને મેચમાં ગોલની હેટ્રિક નોંધાવી હતી. ઉત્તમસિંહે ફોરવર્ડ લાઇનમાં સારો દેખાવ કર્યો હતો. સુકાની વિવેક સાગરના નેતૃત્વમાં ડિફેન્સ હરોળે વધારે સારો દેખાવ કરવાની જરૂર છે.
ટૂર્નામેન્ટમાં શનિવારે રમાનારી અન્ય મેચોમાં ફ્રાન્સ વિ. કેનેડા, પાકિસ્તાન વિ, ગ્રીસ, સાઉથ આફ્રિકા વિ. મલેશિયા અને બેલ્જિયમ વિ. ચિલીનો મુકાબલો થશે. પ્રત્યેક ગ્રૂપની ટોચની બે ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે.


