સાઇબેરિય
કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે એનો નવો વેરિયન્ટ મળ્યો છે જેના કારણે દુનિયા ફરી એક વાર ભય નો માહોલ જાેવા મળ્યો છે. આ નવો વેરિયન્ટ દક્ષિણ આફ્રિકાથી જાેવા મળ્યો છે. દેશના વાયરોલોજિસ્ટ ટ્યૂલિયો ડી ઓલિવિરાએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં મલ્ટીપલ મ્યૂટેશનવાળો કોવિડ વેરિયન્ટ સામે આવ્યો છે. વૈજ્ઞાનિકોએ એનું નામ મ્.૧.૧.૫૨૯ રાખ્યું છે અને એને વેરિયન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યો છે. આ સાથે ઉૐર્ંની ઈમર્જન્સી બેઠક બોલાવવાની માગ કરવામાં આવી છે. ઓલિવિરાએ વધુમાં કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં નવા કોરોના દર્દીઓની સંખ્યા વધવા પાછળનું સૌથી મોટું કારણ બહુવિધ પરિવર્તન સાથેનો પ્રકાર છે. બોત્સવાના અને હોંગકોંગમાં દક્ષિણ આફ્રિકાના નાગરિકોમાં પણ સમાન સંક્રમણ જાેવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે કોરોનાનો બીટા વેરિયન્ટ પણ પહેલીવાર દક્ષિણ આફ્રિકામાં જાેવા મળ્યો હતો. બાદમાં એ આખી દુનિયામાં ફેલાઈ ગયો. દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે મલ્ટીપલ મ્યૂટેશનની સાથે નવા કોરોના વેરિયન્ટની ભાળ મળી છે. આ પહેલાં ઉૐર્ંની યુરોપ ઓફિસ દ્વારા કેટલાક દિવસમાં કોવિડ-૧૯થી મોતની સંખ્યા વધી શકે છે. ભારતમાં સાઉથ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવતા યાત્રિકોની યોગ્ય રીતે તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને વિશેષ સતર્કતા રાખવાના નિર્દેશ આપ્યા છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવતા યાત્રિકોની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે. કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવે. દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ મ્.૧.૧.૫૨૯ની અસર અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ઉૐર્ં)ના વર્કિંગ ગ્રુપની તાત્કાલિક બેઠકની માગ કરી છે. સાઉથ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝે કહ્યું હતું કે અમારી પાસે હાલમાં મર્યાદિત ડેટા છે. અમારા વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટને સમજવા માટે સતત કામ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો માને છે કે ગૌતાંગ પ્રાંત, જે દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે, ત્યાં મ્.૧.૧.૧.૫૨૯ ના ૯૦% નવા કેસ હોઈ શકે છે. આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં અન્ય પ્રકાર ઝ્ર.૧.૨ સામે આવ્યો હતો, જાેકે એ એટલું અસરકારક નહોતો.
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિઝીઝ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ વૈજ્ઞાનિકો આ નવા કોરોના વેરિયન્ટના સંભવિત પ્રભાવને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. જીનોમિક સિક્વેન્સિંગ પછી જાણ થઈ છે કે વેરિયન્ટ મ્.૧.૧.૫૨૯ના અત્યારસુધીમાં ૨૨ કેસ સામે આવ્યા છે. આ પહેલાં પણ દક્ષિણ આફ્રિકામાં કોરોના વેરિયન્ટના કેસ સામે આવ્યા હતા. ગત વર્ષે દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલાં કોરોનાનો બીટા વેરિયન્ટ સામે આવ્યો હતો, જ્યારે આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં જ વેરિયન્ટ સી.૧.૨ની જાણ થઈ હતી. બીજી તરફ, હાલમાં જ ઉૐર્ંના યુરોપ ઓફિસે કહ્યું હતું કે એક શક્યતા મુજબ ૫૩ દેશમાં આગામી વસંત સુધીમાં કોરોના વાઇરસની મહામારીથી વધુ સાત લાખ લોકોનાં મોત થશે, જેને કારણે સંક્રમણથી મોતની કુલ સંખ્યા ૨૦ લાખથી વધુ થઈ શકે છે. ઉૐર્ં યુરોપ ઓફિસ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં છે. કોરોના કેસ વધવાની આશંકાને પગલે ઉૐર્ંએ કહ્યું હતું કે નબળી ઈમ્યુનિટીવાળા, ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને સ્વાસ્થ્યકર્મચારીઓ સહિત સૌથી વધુ સંવેદનશીલ વસતિને વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાની પ્રાથમિકતા આપવી જાેઈએ. છૈંૈંસ્જી(ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) દિલ્હીના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે દેશમાં કોવિડની પહેલી બે લહેરમાં જે અસર થઈ હતી એની સરખામણીએ ત્રીજી લહેરમાં આવવાની શક્યતા નથી. તેમણે કહ્યું હતું કે હાલ સંક્રમણના મામલામાં વધારો ન થવો એ વાતની ખાતરી આપે છે કે રસી હાલ પણ વાઈરસથી સુરક્ષા આપી રહી છે અને હાલ રસીના ત્રીજા બૂસ્ટરની કોઈ જરૂરિયાત નથી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડો.બલરામ ભાર્ગવના લખેલી બુક ગોઈંગ વાઈરલઃમેકિંગ ઓફ કોવેક્સિન- ઈન્સાઈડ સ્ટોરીના લોન્ચિંગ દરમિયાન ગુલેરિયાએ આ વાત કહી હતી. ગુલેરિયાએ કહ્યું હતું કે હાલ જે રીતે રસી સંક્રમણના મામલા ઘટાડવામાં કારગાર સાબિત થઈ રહી છે અને હોસ્પિટલમાં દાખલ થવાથી બચાવી રહી છે એ દર્શાવે છે કે કોઈ મોટી લહેરની શક્યતા પ્રત્યેક દિવસે ઘટી રહી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે દેશમાં કોવિડની પ્રથમ બે લહેરની સરખામણીમાં એટલી જ તીવ્રતાવાળી ત્રીજી લહેર આવવાની શક્યતા નથી. સમયની સાથે મહામારી સ્થાનિક બીમારીનું રૂપ લેશે. મામલા આવતા રહેશે, જાેકે પ્રકોપ ખૂબ ઘટી જશે. રસીના બૂસ્ટર ડોઝના સંદર્ભમાં ગુલેરિયાએ કહ્યું હતું કે હાલ મામલામાં વધારો દેખાઈ રહ્યો નથી, એના પરથી એ વાત ખ્યાલ આવે છે કે રસીથી કોરોના વાઈરસની વિરુદ્ધ હાલ પણ સુરક્ષા મળી રહી છે. આ કારણે રસીના બૂસ્ટર કે ત્રીજા ડોઝની હાલ જરૂર નથી.
