ઈઝરાયેલ,
નવાબ મલિકે દાવો કર્યો હતો કે, કેટલાક “સરકારી મહેમાનો” સોમવારે સવારે તેમના નિવાસસ્થાનની મુલાકાત લેશે. દ્ગઝ્રઁ નેતાએ ટિ્વટર પર કહ્યું કે તેઓ ચા અને કૂકીઝ સાથે તેમનું દિલથી સ્વાગત કરશે. મલિકે રવિવારે સાંજે ટ્વીટ કરીને લખ્યું હતુ કે, ‘મારી જાણમાં આવ્યું છે કે કાલે સવારે કેટલાક સરકારી મહેમાનો મારા ઘરે આવશે. હું ચા અને કૂકીઝ સાથે તેમનું દિલથી સ્વાગત કરીશ. જાે તેમને સાચા સરનામાની જરૂર હોય, તો તેઓ મને કોલ કરી શકે છે.’ મલિકે વધુમાં લખ્યું કે પૂર્વ મુખ્યમંત્રી કેન્દ્રીય એજન્સીઓને મારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવામાં ખૂબ રસ દાખવી રહ્યા છે. હું સૂચન કરું છું કે તેમણે પોતાની જાતને ર્ંજીડ્ઢ તરીકે નિમણૂક કરવી જાેઈએ, જેનો તેમને મુખ્યમંત્રી તરીકે ઘણો અનુભવ છે અને કિરીટ સોમૈયાને પ્રવક્તા તરીકે નિયુક્ત કરવા જાેઈએ.મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકે ફરી એકવાર તેમની વિરુદ્ધ તપાસ માટે સરકારી એજન્સીઓના દુરુપયોગ માટે વિપક્ષ પર પ્રહારો કર્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ભુતપૂર્વ મુખ્ય પ્રધાન કેન્દ્રીય એજન્સીઓને મારી વિરુદ્ધ કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં ભારે રસ દાખવી રહ્યા છે. મારી સલાહ મુજબ તેમણે પોતાની જાતને ર્ંજીડ્ઢ તરીકે નિયુક્ત કરી લેવા જાેઈએ.


