અમેરિકા
વિશાખાપટ્ટનમમાં જન્મેલ નીલી બેંદાપુડી હાલમાં કેન્ટકીની લુઇસવિલે યુનિવર્સિટીમાં ૧૮મા પ્રમુખ અને પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. તે વર્ષ ૧૯૯૬માં ભારતથી અમેરિકા આવ્યા હતા અને ત્યારથી અહીં રહે છે. નીલી બેંદાપુડી લગભગ ૩ દાયકાથી શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે અને અનેક મહત્વપૂર્ણ હોદ્દા પર સેવા આપી છે. તેઓ માર્કેટિંગ અને કન્ઝ્યુમર બિહેવિયરમાં નિપુણતા ધરાવે છે. તેમના લગ્ન ડો. વેંકટ બેંદાપુડી સાથે થયા હતા. જેઓ શિક્ષક પદ પરથી નિવૃત્ત થયા છે. હાલમાં, પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના પ્રમુખનું પદ એરિક જે. બેરોન સંભાળી રહ્યા છે. જેઓ ૩૦ વર્ષથી આ પદ પર ફરજ બજાવે છે અને ટૂંક સમયમાં નિવૃત્ત થવા જઈ રહ્યા છે. નિવૃત્ત થતાંની સાથે જ નીલી બેંદાપુડી પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે.ભારતીય મૂળના પ્રોફેસર નીલી બેંદાપુડીએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ યુએસમાં પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી વતી નિવેદન આપતાં એવું કહેવામાં આવ્યું હતું કે પ્રોફેસર નીલી બેંદાપુડીને પેન સ્ટેટ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા ૯ ડિસેમ્બરે પેન સ્ટેટના આગામી પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. નીલી બેંદાપુડી ૨૦૨૨માં પેન સ્ટેટના ૧૯મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે. આ પદ સંભાળતાની સાથે જ નીલી બેંદાપુડી પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીની પ્રથમ મહિલા અને બિન-શ્વેત પ્રમુખ બનશે, જેની સાથે તેઓ આ ઈતિહાસ રચશે. બોર્ડના અધ્યક્ષ મેટ શ્યુલરે નીલી બેંદાપુડીની નિમણૂક પર કહ્યું કે પેન સ્ટેટમાં તેમનું સ્વાગત છે. તેઓ એક ગતિશીલ અને નવીન નેતા છે જેમણે તેમની સમગ્ર કારકિર્દી ઉચ્ચ શિક્ષણ માટે સમર્પિત કરી છે. નીલી બેંદાપુડીએ આ પદ માટે ચૂંટાવા પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે પેન સ્ટેટ વિશ્વ કક્ષાની યુનિવર્સિટી છે. હું પેન સ્ટેટ સમુદાય અને ટ્રસ્ટી મંડળનો આભાર માનું છું. હું આ તક માટે આભારી છું. પેન સ્ટેટને વધુ ઊંચાઈએ લઈ જવાનું મારું લક્ષ્ય હશે.