International

બાઈડન દ્વારા અમેરિકી નાગરિકોને વેક્સિન લેવા અનુરોધ કર્યો

અમેરિકા
ઓમિક્રોનના વેરિઅન્ટને લઈને ખતરો એક ચિંતાનો વિષય છે તેમ ય્૭ના સ્વાસ્થ્ય મંત્રીઓએ ગુરુવારે કહ્યું હતું. હાલનો સમય વૈશ્વિક રીતે સાર્વજનિક સ્વાસ્થ્યને માટે મોટો ખતરો છે. નવા વેરિઅન્ટથી જાેડાયેલો પ્રકોપ વિશ્વ સ્તરે ફેલાયો છે. અને અનેક યૂરોપીય દેશ યાત્રા પ્રતિબંધ લાગૂ કરી રહ્યા છે. અમેરિકામાં હાલમાં કોરોનાથી રોજના ૧૧૫૦ લોકોના મોત થઈ રહ્યા છે.કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ દુનિયામાં ફેલાઈ રહ્યો છે. આ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને પણ ઓમિક્રોનને લઈને ચિંતા જાહેર કરી છે. રાષ્ટ્રપતિ જાે બાઈડેને પોતાના દેશના નાગરિકોને સતર્ક રહેવાને લઈને આગ્રહ કર્યો છે. ગુરુવારે બાઈડેને કહ્યું કે યૂનાઈટેડ સ્ટેટસમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં વેક્સિન નહીં લેનારાનું મોત પણ થઈ શકે છે. બાઈડેને લોકોને કહ્યું કે તેઓ જલ્દી જ બૂસ્ટર ડોઝ લો. જાે બાઈડેને સ્થિતિની ગંભીરતાને જાેતા લોકોને કહ્યું છે કે તેઓ જલ્દી જ બૂસ્ટર શોટ લે. બાઈડેને કહ્યું આ વર્ષે શિયાળો ગંભીર બની શકે છે. વેક્સિન ન લેનારાનું મોત પણ થઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ ટિ્‌વટમાં કહ્યું કે જાે તમે વેક્સિન લીધી છે અને પછી તમે નવા વેરિઅન્ટને લઈને ચિંતિત છો તો બૂસ્ટર ડોઝ લો. તમે વેક્સિન નથી લીધી તો જાઓ અને પહેલો ડોઝ લો. અમે ઓમિક્રોન વેરિઅન્ટ સામે સાથે મળીને લડીશું. તેઓએ કહ્યું કે ઓમિક્રોન હવે અહીં છેપ ફેલાઈ રહ્યો છે અને આવનારા સમયમાં વધારે વધી શકે છે. તમે બૂસ્ટર ડોઝ લો તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે પહેલા જ ડેલ્ટા વેરિઅન્ટના સંક્રમણને લઈને લડી રહેલા અમેરિકામાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના કારણે એક વધુ લહેરનો ખતરો આવી રહ્યો છે. દેશમાં સંક્રમણના કેસમાં વધારો ખતરો બમણો કરી રહ્યો છે. વ્હાઈટ હાઉસે પહેલા કહ્યું કે લોકડાઉન લાગૂ કરવાની જરૂર નથી કેમકે મોટા પાયે વેક્સિન મળી રહી છે અને વાયરસના ગંભીર પરિણામો સામે સુરક્ષા આપવામાં કારગર પણ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *