International

ભારત આતંકવાદીઓને પહોંચી વળવા સક્ષમ ઃ અમેરિકાના રિપોર્ટમાં દાવો

અમેરિકા
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી ‘કંટ્રી રિપોર્ટ્‌સ ઓન ટેરરિઝમ ૨૦૨૦ઃ ઈન્ડિયા’માં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન ૈંજીૈંજી સાથે ૬૬ ભારતીય મૂળના લડવૈયાઓ જાેડાયેલા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ ૈંજીૈંજી સહીતની આતંકવાદી સંસ્થાઓ દ્વારા ફેલાવાતા આતંકીય જાેખમોને રોકવામાં સક્ષમ છે. અમેરિકી વિદેશ મંત્રાલયે પાકિસ્તાન વિશે કહ્યું છે કે તેણે આતંકવાદ સામેની કાર્યવાહીમાં કોઈ ખાસ પ્રગતિ કરી નથી. અમેરિકાએ તેના ‘કંટ્રી રિપોર્ટ્‌સ ઓન ટેરરિઝમ ૨૦૨૦ઃ પાકિસ્તાન’માં કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદ સામે લડવામાં મર્યાદિત કામગીરી કરી છે અને જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મસૂદ અઝહર અને લશ્કરના સાજિદ મીર જેવા આતંકવાદીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો માત્ર દેખાડો કર્યો છે. તેમને નાથવા કોઈ ચોક્કસ કામગીરી કરાઈ નથી. પાકિસ્તાન પર નિશાન સાધતા કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની ધરતી પર હજુ પણ ઘણા આતંકવાદી સંગઠનો કાર્યરત છે, ખાસ કરીને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સતત ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છે અને આ આંતકી સંસ્થાઓ ભારતમાં ઉગ્રવાદ ફેલાવી રહી છે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના સ્થાપક અને યુએન દ્વારા ત્રાસવાદી તરીકે જાહેર કરાયેલા આતંકવાદી અઝહર મસૂદ અને ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલાના પ્રોજેક્ટ મેનેજર તરીકે કામગીરી કરી હોવાનું કહેવાય છે તે સાજીદ મીર બંને વિરુદ્ધ કંઈ કર્યું નથી, તેઓ બંને પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે.અમેરિકી વિદેશ વિભાગે પાકિસ્તાનની પોલ ખોલતા આતંકવાદ પર રિપોર્ટ જાહેર કરીને ભારતીય એજન્સીઓની પ્રશંસા કરી છે. અમેરિકાએ કહ્યું છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓ આતંકવાદી ખતરાઓને રોકવા અને તેનો સામનો કરવામાં સક્ષમ છે. જાે કે, ગુપ્તચર એજન્સીઓ અને અન્ય સુરક્ષા એજન્સીઓ વચ્ચે માહિતીના આદાન-પ્રદાનની વ્યવસ્થામાં ચોક્કસ વિલંબ થાય છે. સાથે જ પાકિસ્તાન પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે આતંકવાદ વિરુદ્ધ પગલા ભરવા કે તેને રોકવા અંગે કોઈ ખાસ કામગીરી કરી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *