International

ભેજવાળી ઋતુમાં કોરોના વધુ ફેલાઇ શકે છે

લંડન ,
ચીનમાં જ્યારે આ વાઇરસ ફેલાયો ત્યારે ત્યાનું તાપમાન ૩૦થી ૫૦ ડીગ્રી જેટલુ હતું અને ભેજવાળુ વાતાવરણ હતું. માટે જે પણ દેશમાં ભેજવાળુ વાતાવરણ હોય ત્યાં કોરોના વાઇરસ ખુબ ઝડપથી ફેલાઇ શકે છે. આ એક પ્રકારનો ઋતુ પ્રમાણે આવતો તાવ પણ છે. તેથી આ સ્ટડીના આધારે એવું અનુમાન લગાવવામાં આવ્યુું છે કે જ્યારે પણ ભેજવાળી ઋતુ આવશે ત્યારે કોરોના વાઇરસ ફેલાઇ શકે છે. ખાસ કરીને ચોમાસામાં વધુ ભેજવાળુ વાતાવરણ હોય ત્યારે પણ કોરોના વાઇરસ ઝડપથી ફેલાઇ શકે છે.કોરોના વાઇરસ ફેલાવવાને લઇને એક નવી સ્ટડી સામે આવી છે. જેમાં દાવો કરાયો છે કે કોરોના વાઇરસ અને હવામાન વચ્ચે સંબંધ છે. ખાસ કરીને ભેજ વાળા વાતાવરણમાં કોરોના વાઇરસ ફેલાવાની શક્યતાઓ વધારે છે. આ સ્ટડી નેચર કોમ્પ્યૂટેશન સાઇન્સમાં પ્રકાશીત થઇ હતી. સ્પેનના બાર્સેલોના ઇન્સ્ટિટયૂટ ફોર ગ્લોબલ હેલૃથની આગેવાનીમાં હાથ ધરાયેલી આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોના અંગે એક મહત્વપૂર્ણ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું આ વાઇરસ કોઇ પણ સમયે લોકોમાં ફેલાઇ શકે છે કે પછી તેને હવામાન અને રૂતુ સાથે સંબંધ છે.

Corona-virus.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *