અમેરિકા
મેટા દ્વારા કયા દેશમાંથી કેટલા લોકોની જાસૂસી કરવામાં આવી છે તેની કોઈ માહિતી અપાઈ નથી પણ જેમની જાસૂસી કરાઈ છે તેમાં મોટાભાગનાં લોકો પત્રકારો, અસંતુષ્ટો, સરમુખત્યારશાહી શાસનના ટીકાકારો, વિપક્ષી નેતાઓના પરિવારના સભ્યો, વકીલો, ડૉકટરો તેમજ કેટલાક માનવ અધિકારોનું જતન કરનારા લોકો તથા પાદરીઓનો સમાવેશ થાય છે. મેટા દ્વારા અમેરિકાની કોર્ટમાં ઈઝરાયેલની જાસૂસી સોફ્ટવેર બનાવતી કંપની ગ્દર્જીં સામે પણ આવો જ કેસ કરાયો છે. હેકર્સ બેલટ્રોક્સ જેવી કંપનીઓ દ્વારા રાજકારણીઓની જાસૂસી કરવા માટે ૧૫૦૦ જેટલા બોગસ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેટા એ કહ્યું હતું કે જાસૂસી કરનાર આ સાત કંપનીઓનાં એકાઉન્ટ બંધ કરાયા છે અને તેને નોટિસો બજાવાઈ છે. સિક્યોરિટી રિસર્ચર્સ તેમજ અન્ય પ્લેટફોર્મ્સ અને નીતિનાં ઘડનારાઓને આની જાણ કરાઈ હતી. મેટાનાં સિક્યોરિટી પોલિસી હેડ નાથનીએલ ગ્લેઈચરે કહ્યું હતું કે વિશ્વમાં કેટલીક કંપનીઓ શરૂ કરીને જાસૂસી કરવાનો ઉદ્યોગ મોટાપાયે ચાલી રહ્યો છે જેમાં જાસૂસી માટે કેટલીક કંપનીઓને ભાડેથી રોકવામાં આવે છે અને હજારો નિર્દોષ લોકોની જાસૂસી કરાય છે.ફેસબૂકની માલિકી ધરાવતી કંપની મેટાએ લોકોની જાસૂસી કરતી ૭ સર્વેલન્સ કંપની પર પ્રતિબંધ લગાવ્યો છે. મેટા પ્લેટફોર્મ દ્વારા એવો સનસનાટીભર્યો ખુલાસો કરવામાં આવ્યો હતો કે હેકર્સ દ્વારા ૧૦૦ દેશનાં ૫૦,૦૦૦થી વધુ લોકોની જાસૂસી માટે મેટા પ્લેટફોર્મનો ઉપયોગ કરાયો હતો. હેકર્સ દ્વારા લોકોની જાસૂસી માટે ૭ સર્વેલન્સ કંપનીઓની સેવા ભાડેથી લેવામાં આવી હતી. આ કંપનીઓ ભારત, ચીન, ઈઝરાયેલ અને નોર્થ મેસેડોનિયાની બહારની હોવાનું જાણવા મળ્યું છે. ભારત બહારના એક હેકર્સ બેલટ્રોક્સ નું નામ આ ઘટનામાં જાસૂસી માટે ખૂલ્યું છે.
