International

શ્રીલંકામાં એલપીજીમાં ૯૦ ટકા વધારો થયો

કોલંબો
કોરોનાના લીધે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા શ્રીલંકાએ વર્ષ ૨૦૨૦માં આયાતને નિયંત્રિત કરીને ઝડપથી ઘટતા વિદેશી મુદ્રા ભંડારને સંરક્ષિત કરવા પહેલ કરી હતી. આના લીધે આવશ્યક ચીજવસ્તુઓ ખાસ કરીને દૂધની અછત સર્જાઈ. આયાતકારોનું કહેવું છે કે તેઓ વિદેશથી મંગાવવામાં આવેલા દૂધ પાઉડરની ચૂકવણીની પ્રક્રિયા પૂરી કરી શકતા નથી, કારણ કે તેમની પાસે ડોલર નથી.શ્રીલંકામાં મોંઘવારીના લીધે લોકો ત્રાહિમામ થઈ ગયા છે.શ્રીલંકામાં જીવનજરુરી ચીજવસ્તુઓ માટેની ભાવ ટોચમર્યાદા સરકારે સોમવારે ખતમ કર્યા પછી રસોઈ ગેસની કિંમત એક જ સપ્તાહમાં ૯૦ ટકા વધી ગઈ. શ્રીલંકામાં ૧૨.૫ કિલોવાળા રસોઈ ગેસનો ભાવ ગયા શુક્રવારે ૧,૪૦૦ રુપિયા હતો. તે ૧,૨૫૭ રુપિયાની વૃદ્ધિ સાથે ૨,૬૫૭ રુપિયા થઈ ગયો. દૂધ પાવડરનો ભાવ પ્રતિ કિલો ૨૫૦ રુપિયાના વધારા સાથે પ્રતિ કિલોગ્રામ ૧,૧૯૫ થઈ ગયો. અન્ય જીવનજરુરી ચીજવસ્તુઓ જેવી કે લોટ, ખાંડ તેમજ સિમેન્ટના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રસોઈ ગેસના ભાવવધારાએ લોકોને સૌથી વધુ ગુસ્સે કર્યા છે. લોકોએ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર તેને પરત લેવાની માંગ કરતા નારાજગી જાહેર કરી છે. ગ્રાહક સંરક્ષણ ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેબિનેટે દૂધ પાઉડર, ઘઉંનો લોટ, ખાંડ તેમજ એલપીજીની મૂલ્ય ટોચમર્યાદા દૂર કરવાનો ર્નિણય લીધો છે. આશા છે કે તેના લીધે પુરવઠો વધશે. તેના કારણે ભાવ ૩૭ ટકા સુધી વધી શકે છે, પરંતુ આશા છે કે ડીલરો અનાવશ્યક નફો નહી કમાય. શ્રીલંકા સરકારે ગુરુવારે રાત્રે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના અધ્યક્ષ પદમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં દૂધ, પાઉડર, ગેસ, લોટ અને સીમેન્ટની ભાવ ટોચમર્યાદા ખતમ કરવાનો ર્નિણય લીધો હતો.

ShreeLanka-main-LPG-Gus-Price-vadhi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *