International

હરનાઝ સંધુએ આ ખિતાબ જીતીને ભારતનું નામ રોશન કર્યું

ઇઝરાયેલ
ભારતે ત્રીજી વખત આ તાજ જીત્યો છે. આ પહેલા વર્ષ ૧૯૯૪માં સુષ્મિતા સેને ભારતનું પ્રતિનિધિત્વ કરીને આ ખિતાબ જીત્યો હતો. તે પછી લારા દત્તાએ વર્ષ ૨૦૦૦માં મિસ યુનિવર્સનો તાજ જીત્યો અને હવે હરનાઝ સંધુએ આ ખિતાબ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. હરનાઝની જીત બાદ દેશભરમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. હરનાઝની જીત પર સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરાએ હરનાઝની જીતની ક્ષણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ ૨૦૨૧નો તાજ જીત્યો છે. આ વર્ષે ૧૨ ડિસેમ્બરે ઇઝરાયેલમાં ૭૦મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઇ હતી. ૨૧ વર્ષ બાદ ભારતે મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. હરનાઝ પહેલા લારા દત્તાએ વર્ષ ૨૦૦૦માં તાજ જીત્યો હતો. ટોપ ૩માં પોતાનું સ્થાન બનાવનાર હરનાઝને પૂછવામાં આવ્યું કે દબાણનો સામનો કરી રહેલી યુવતીઓને તે શું સલાહ આપશે? આ સવાલનો જવાબ આપીને હરનાઝે મિસ યુનિવર્સનો ખિતાબ જીતી લીધો છે. હરનાઝના જવાબની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. આ સવાલના જવાબમાં હરનાઝે કહ્યું કે, આજની મહિલાઓ જે દબાણ અનુભવી રહી છે તે એ છે કે, તમારે તમારા પોતાના પર વિશ્વાસ કરવો જાેઈએ. એ જાણવું જાેઈએ કે તમે અલગ છો જે તમને સુંદર બનાવે છે. તમારી જાતને અન્ય લોકો સાથે સરખાવવાનું બંધ કરો અને ચાલો દુનિયાભરમાં બની રહેલી ઘટનાઓ વિશે વાત કરીએ. આગળ આવો, તમારા વિશે વાત કરો કારણ કે, તમે તમારા જીવનના લીડર છો. તમે તમારો અવાજ છો. મને મારી જાતમાં વિશ્વાસ છે અને હું અહીં ઉભી છું. હરનાઝે મિસ ચંદીગઢનો ખિતાબ પણ જીત્યો છે. તેણે માત્ર ૧૭ વર્ષની વયે આ ખિતાબ જીત્યો હતો. ત્યારથી તે હેડલાઈન્સનો હિસ્સો બની ગઈ હતી. અહીંથી હરનાઝની યાત્રા શરૂ થઈ હતી. હરનાઝે વર્ષ ૨૦૧૮માં મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયાનો તાજ જીત્યો હતો. આ પછી તે મિસ ઈન્ડિયા ૨૦૧૯ ઈવેન્ટનો પણ ભાગ બની. જેમાં તે ટોપ ૧૨માં પણ પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી હતી.

Harnaaz-Sandhu-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *