International

અમેરિકામાં એલિયન્સને લઈને જાત-જાતના દાવા થઈ રહ્યા છે

અમેરિકા
હું જ્યારે એલિયન્સના યાન પાસે પહોંચ્યો ત્યારે સ્પેશશિપમાંથી નીકળી રહેલી લીલી લાઈટે મને અંદર ખેંચી લીધો હતો.એલિયન્સે એક લાંબા ઉકરણ વડે મારા હાથમાં એક મશિન ફિટ કરી દીધુ હતુ.એ પછી મને તેમણે પાછો ધરતી પર ધકેલી દીધો હતો.ત્યારથી મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે.મારા હાથમાં ફિટ કરાયેલા મશિનના કારણે મારી પત્નીએ છુટાછેડા લઈ લીધા હતા.માણસો જે કામ કરતા હતા તેમાં મને રસ નહોતો પડી રહ્યો હતો અને મારી પત્ની પણ મારા વ્યવહારથી ખુશ નહોતી. તેણે કહ્યુ હતુ કે, મારે મારી નોકરી પણ ગુમાવવી પડી હતી અને હજી પણ મને ખબર નથી પડી રહી કે હું માનવ સભ્યતાનો કે એલિયન સભ્યતા સાથે સંકળાયેલો છું?એલિયન્સને લઈને જાત-જાતના દાવા થતા રહ્યા છે.પરગ્રહવાસીઓ પૃથ્વી પર આંટો મારતા હોવાના મુદ્દા પર વર્ષોથી ચર્ચા થતી આવી છે. અમેરિકામાં રહેતા સ્ટીવ કોલબર્ન નામના વ્યક્તિએ તો એક ટીવી શોમાં ડિબેટ દરમિયાન એવો ચોંકાવનારો દાવો કર્યો છે કે, એલિયન્સે મારુ અપહરણ કરી લીધુ હતુ.તેમણે મારા હાથમાં એક એવુ મશિન ફિટ કરી દીધુ છે જેનાથી મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે.મારુ લગ્ન પણ તુટી ગયુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *