International

અમેરિકામાં ઓપરેશન દરમિયાન રડશો તો વધુ ચાર્જ થશે

વોશિંગ્ટન
અમેરિકામાં બહારથી આવનારા લોકો પાસેથી ઉપચાર અને સારવારના નામે રૂપિયા લેવાના કેટલીય રીત છે. એક ટ્‌વીટર યુઝર્સે દાવો કર્યો, આ અમેરિકી સ્વાસ્થ્ય સેવા છે, મને એક વાર મનોચિકિત્સકની સાથે પોતાની સાથે ઘટેલી ઘટનાનો ઉલ્લેખ કરવા માટે બિલ મોકલ્યુ હતુ.સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં અમેરિકી મહિલાએ દાવો કર્યો છે કે સર્જરી દરમિયાન રડવાના કારણે તેની પાસેથી હોસ્પિટલે રૂપિયા વસૂલ્યા છે. મહિલાએ આ પોસ્ટની સાથે હોસ્પિટલના બિલની એક તસવીરને પણ શેર કરી છે જેને જાેઈને લોકો અચંબિત થઈ ગયા. મિજ નામની મહિલાએ ચહેરા પરથી તલ હટાવવાની પ્રક્રિયા બાદ મળેલા બિલની એક તસવીર શેર કરી. હોસ્પિટલ તરફથી આપવામાં આવેલા બિલમાં ડોક્ટર અને સર્જરી સેવાઓ સિવાય રોવા માટે ૧૧ ડોલર એટલે તે ૮૧૫ રૂપિયાનો વધારાનો ચાર્જ જાેડ્યો છે. મહિલાની આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ અને આને ટ્‌વીટર યુઝર્સે હોસ્પિટલના “વાહિયાત” અને “હાસ્યાસ્પદ” ર્નિણય કરાર કર્યો. મહિલાએ લખ્યુ કે તલ હટાવવા માટે લગભગ ૧૬, ૫૩૪ રૂપિયા ખર્ચ કરવા અને તેની પર પણ રડવાના કારણે વધારે રૂપિયા આપવા સમજથી પર છે. મહિલાએ બિલની એક તસવીર શેર કરતા મજાકમાં લખ્યુ, મારી પાસે સ્ટીકર પણ નથી, જે હુ હોસ્પિટલમાં મોકલી શકુ. મહિલાના આ પોસ્ટને લગભગ ૨ લાખ લાઈક અને સેંકડો ચોંકાવનારા કમેન્ટ્‌સ મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *