International

અમેરિકામાં કોરોનામાં વૃદ્ધોના મોતનો આંક સૌથી વધુ

અમેરિકા
દુનિયામાં ઝડપથી વધી રહેલા ઓમિક્રોનના મ્યુટેન્ટ મોટી લહેર લાવી શકે છે. અમેરિકામાં કોરોનાની લહેરનો ખતરો ફરી મંડરાઈ રહ્યો છે. પહેલા જ ડેલ્ટા કેસથી લડી રહેલા હોસ્પિટલના કર્મચારીઓની રજાઓ કેન્સલ કરાઈ છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે લોકડાઉનની કોઈ જરૂર નથી કેમકે વેક્સિનેશન ઝડપથી થઈ રહ્યું છે, તેનાથી વાયરસના દુષ્પરિણામોથી સુરક્ષા મળે છે. ઓમિક્રોન જીવન માટે ઘાતક સાબિત થઈ શકે છે અને વૃદ્ધોને તેનાથી વધારે ખતરો રહે છે. ભારતની વાત કરીએ તો અહીં ઓમિક્રોનના કુલ ૭૮ કેસ થઈ ચૂક્યા છે. તેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. અનેક રાજ્યોમાં આ નવા વેરિઅન્ટને લઈને કડકાઈ શરૂ થઈ છે. ઓમિક્રોનના વધતા કેસ અને કોરોનાની સ્થિતિને લઈને મુંબઈમાં કલમ ૧૪૪ને ૩૧ ડિસેમ્બર સુધી લાગૂ કરાઈ છે.અમેરિકામાં કોરોનાથી મોતની સંખ્યા ૮ લાખને પાર થઈ છે. અહીં ઓમિક્રોનનો કહેર પણ ડરાવી રહ્યો છે. બુધવારે દેશમાં ૭૮૬૧૦ નવા ઓમિક્રોન કેસ આવતા હડકંપ મચ્યો છે. અહીં એક વર્ષ બાદ મોટી સંખ્યામાં નવા કેસ આવ્યા છે. અમેરિકામાં કોરોનાથી મોતની સંખ્યા ૮ લાખને પાર થઈ છે. ઓમિક્રોનના કહેરની વચ્ચે આ આંક ડરાવી રહ્યો છે. મૃતકોમાં લગભગ ૭૫ ટકા એટલે કે ૬ લાખ લોકો ૬૫ વર્ષથી વધારેની ઉંમરના છે. તેનાથી સ્પષ્ટ છે કે કોરોના વૃદ્ધો માટે વધારે ખતરનાક અને જીવલેણ સાબિત થઈ રહ્યો છે. અમેરિકામાં થયેલા મોતની સંખ્યા એટલી વધારે છે કે એટલાન્ટા અને સેન્ટ લુઈસની વસતી કે મિનીપોલિસ અને ક્લેવલેન્ડની વસતીના બરોબર છે. અમેરિકામાં રોજ હાર્ટ એટેકથી મોતની સંખ્યાને બરોબર છે. અમેરિકામાં થયેલા મોત દુનિયામાં કોરોનાથી થતા મોતના ૧૫ ટકા છે. અમેરિકામાં ૨૦ કરોડ લોકોએ કોરોના વેક્સિન લીધી છે. આ સંખ્યા અહીંની વસતીના ૬૦ ટકાના બરોબર છે.

Coronavirus-File-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *