International

અમેરિકામાં ગર્ભપાત-વિરોધી કાયદાનો વિરોધ થઈ રહ્યો છે

ન્યુ યોર્ક
ઇશ્વરના અસ્તિત્વ વિશે આ યુગના મહાન વિજ્ઞાની અને ખગોળશાસ્ત્રી સ્ટીફન હોકીન્સનો તેમની પાસે ઁર.ડ્ઢ.નો અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સાથેનો સંવાદ ઉલ્લેખનીય છે. જ્યારે હોકીન્સે તેને કહ્યું કે પહેલાં કાળ (્‌) બન્યો કાળમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ. તે ઉર્જામાંથી સૌથી પહેલું એક કણ બન્યું જે તેમણે ‘ગોડ પાર્ટીકલ’ તેવું નામ આપ્યું. આ ‘ગોડ પાર્ટિકલે’ વળી ઉર્જા શોષી તેમાંથી અન્ય કણો (પાર્ટીકલ્સ) ઉત્પન્ન થયાં તે રીતે સૂર્યો રચાયા. તેમાં ગ્રહમંડલો પણ રચાયાં. પછી જીવન પ્રક્ટયું અને ઉત્ક્રાંતિક્રમે માનવ થયો. આમાં ભગવાન આવે જ ક્યાં? તો વિદ્યાર્થીએ સામો પ્રશ્ન પૂછ્યો કે ‘તે કાળ'(્‌) કોણે બનાવ્યો? ત્યારે જેઓની તુલના ગ્રેટ સર આઈઝેક ન્યુટન અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન સાથે થાય છે તેવા મહાન વિજ્ઞાાની પાસે તેનો કોઈ ઉત્તર ન હતો. ભગવાન તે મહિલાઓને સદ્‌બુધ્ધિ આપે તેથી વધુ તો શું કહી શકાય? સરકારોએ ભૂ્રણ હત્યા કે ગર્ભપાતને માનવ-હત્યા સમાન જ અપરાધ ગણવો જાેઈએ તો જ તે અટકશે.છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં ગર્ભપાત-વિરોધી કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. તેમાંએ દેખાવોએ તો આડો-આંક વાળી દીધો છે. ન્યૂયોર્ક સહિત અનેક શહેરોમાં હૈયે-હૈયું દબાય તેવી મહિલાઓની મેદની માર્ગો ઉપર ઉમટી પડી હતી. ‘માય બોડી ઇઝ માય પ્રોપર્ટી’ અને ‘માય બોડી ઈઝ માય રાઈટ’ જેવાં સૂત્રો ધરાવતાં પ્લેકાર્ડઝ સાથે તે જ સૂત્રો મોટેમોટેથી બોલી રહી હતીર્‌ ગર્ભપાત વિરોધી કાનૂન જ્યોર્જ બુશના સમયમાં ઘડાયો હતો. તેઓને ગર્ભપાત વખતે પોતાને બચાવવા ગર્ભ ભ્રુણ કેવાં તરફડીયાં મારે છે તે દર્શાવવામાં આવતા અમેરિકી પ્રમુખનું હૃદય દ્રવી ઉઠયું હતું. તેઓએ આ ગર્ભપાત વિરોધી કાનૂન સંસદમાંથી પણ પસાર કરાવી દીધો હતો. આ કાનૂનનો હવે ઝનૂનથી વિરોધ કરનારી મહિલાઓ અને તેમને સાથ આપનાર પુરુષો પણ ભૂલે છે કે પેલા ગર્ભ કે ભૂ્રણને પણ જીવવાનો અને વિકસવાનો પૂરો અધિકાર જ છે. હકીકતમાં તો ગર્ભપાત કે ભૂ્રણપાત ‘માનવ-હત્યા’ જ છે. તે ભૂલવું ન જાેઈએ, આવી ‘હત્યા’ માગનાર મહિલાઓ તે ભૂલે છે કે માતૃત્વ તે તો સ્ત્રીત્વની ચરમસીમા છે. પરંતુ ગર્ભપાતનો અધિકાર માગતી મહિલાઓને માતૃત્વમાં ગૌરવની પણ પડી નથી. અન્ય મહારોગ તો હવે તે ફેલાઈ રહ્યો છે. યુવતીઓ અને તરુણીઓ જ નહીં ૧૨-૧૪ વર્ષની કુમારિકાઓ પણ સગર્ભા બની જાય છે ત્યારે ગર્ભપાત કે ભૂ્રણ હત્યા તરફ વળે તે જ એક માર્ગ રહે છે. ગર્ભપાત કે ભૂ્રણ હત્યા તે સાચો ઉપાય નથી. ઉપાય તો દોરવામાં આવેલી લક્ષ્મણ રેખાઓ ન ઓળંગવામાં છે. પરંતુ લક્ષ્મણ-રેખાઓની પરવાહ કોને છે. કોને પરવાહ છે કુછંદના ‘રાવણ’ દ્વારા ‘અપહરણ’ની? અરે તેઓ તો કુછંદના ‘રાવણ’ને સામે ચાલી વળગવા માટે પોતે જ લક્ષ્મણ રેખાઓ ઓળંગી જાય છે તેટલું જ નહી પરંતુ ર્નિબંધ રંગરેલીઓનો ચેપ સહીયરોને પણ લગાડે છે. સ્વાતંત્ર્યનો અર્થ જ તેમને મન સ્વચ્છંદતા છે. તે માટે સમૃદ્ધ દેશોની સમૃદ્ધિનું પર્યાવરણ મુખ્ય કારણભૂત છે. અભેદ્ય સલામતીનાં કવચ નીચે ફૂલીફાલી રહેલી અમાપ સમૃદ્ધિ આ બધા પાપાચારનું મૂળ છે. તે ઇશ્વરની સંભાવનાને પણ ભુલાવી દે છે. ‘આ થાય’ અને ‘આ ના થાય’ તેવી ભેદરેખા જ ભૂંસાઈ ગઈ છે. લગ્ન પૂર્વેની સગર્ભાવસ્થા પણ સહજ બની ગઈ છે. આ હવે ભારતમાં પણ બનવા લાગ્યું છે. તેટલો સધ્યારો છે કે તેવી સ્થિતિમાં પણ યુવાન તે યુવતી સાથે લગ્ન કરવા માગે જ છે! ભારતમાં આશરે ૯૭ ટકા લોકો માને છે કે ઇશ્વર જેવું કશું ‘અજ્ઞાાત-તત્વ’ તો છે જ, તો બીજી તરફ અમેરિકામાં ઓગણપચાસ ટકા લોકો ઈશ્વર છે તેવું માનવાની જ ‘તકલીફ’ લેતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *