International

અમેરિકામાં નવા વાઈસ પ્રેસિડેન્ટની નિમણુંક થાય તેવી અટકળો

વૉશિંગ્ટન ,
વ્હાઈટ હાઉસના મુખ્ય કર્મચારીઓએ કમલા હેરિસ અને તેમના સ્ટાફ પર ધ્યાન આપવાનુ બંધ કરી દીધુ છે.કમલા હેરિસના સહયોગીઓ વ્હાઈટ હાઉસમાં તેમની થઈ રહેલી ઉપેક્ષાથી નારાજ છે અને કહી રહ્યા છે કે, કમલા હેરિસને સાઈડ લાઈન કરવામાં આવી રહ્યા છે. કમલા હેરિસને લઈને તેમની જ ડેમોક્રેટિક પાર્ટીમાં ચર્ચાઓ થઈ રહી છે.ઘણા ડેમોક્રેટસ કમલા હેરિસના ભવિષ્યને લઈને નિશ્ચિત નથી ઉલ્લેખનીય છે કે, કમલા હેરિસને અમેરિકામાં આગામી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ ગણવામાં આવી રહ્યા છે.આ સંજાેગોમાં જાે બાઈડન તેમને લઈને કયા પ્રકારનુ વલણ અપનાવે છે તે જાેવુ રસપ્રદ રહેશે.અમેરિકન પ્રેસિડેન્ટ જાે બાઈડન અને વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ વચ્ચે ખટરાગ શરુ થયો હોવાની અટકળો ચાલી રહી છે. અમેરિકાના મીડિયા રિપોર્ટ પ્રમાણે બાઈડન નવા વાઈસ પ્રેસિડેન્ટની નિયુક્તિ કરવા માટે તેમજ કમલા હેરિસને પાછલા બારણે સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક આપવા માટે વિચાર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *