અમેરિકા
અમેરિકામાં એક ટેક્સી ડ્રાઇવરે પોતાની પૂર્વ પત્નીને મારવા માટે ‘હત્યારા’ને ૧૩ લાખ રૂપિયાની સોપારી આપી હતી. આરોપી ટેક્સી ચાલકે ભરણપોષણના પૈસા બચાવા માટે વારદાતને અંજામ આપવાનો પ્લાન બનાવ્યો હતો. જાે કે તેનો અણસાર પત્નીને આવી જતા તેણે ખૂબ જ હોશિયારી દેખાડતા પોતાના પતિને રંગે હાથે પકડી પાડ્યો. ૫૪ વર્ષના એલેકઝેન્ડર ક્રાસાવિને પોલીસ દ્વારા તેની પૂર્વ પત્નીની હત્યાની તસવીરો મોકલ્યા બાદ ધરપકડ કરાઇ. એલેકઝેન્ડરે પોતાના એક મિત્રને પૂર્વ પત્ની નીનાને મારી નાંખવા સોપારી આપી હતી. તેની અવેજમાં તેણે ૧૩ લાખ રૂપિયાની લોન લીધી હતી. જાે કે મિત્રે તેને મજાક માનીને આ રાઝ નીનાને કહી દીધું. ત્યારબાદ નીનાએ પોલીસની સાથે મળીને એલેક્ઝેન્ડરને રંગે હાથ પકડવાનો પ્લાન બનાવ્યો. નીના એક મેકઅપ આર્ટિસ્ટની પાસે ગઇ અને તેણે એવો મેકઅપ કરાવ્યો, તેના પરથી લાગ્યું કે તેનું ગળું કાપી દીધું છે. પછી પોતાનો એક ક્રાઇમ સીન દેખાડ્યો, આ ફોટો તેના ફ્રેન્ડે એલેક્ઝેન્ડરને મોકલ્યો પછી તેણે પોતાના મિત્રના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા.