વોશિંગ્ટન
આઇએસ અમેરિકાના કોઇ મોટા શોપિંગ મોલને ઉડાવવાની તૈયારીમાં છે. આ જાણકારી આપતા અમેરિકાની એજન્સીઓએ કહ્યું છે કે આઇએસના નિશાના પર ઉત્તર વર્જીનિયા રાજ્યના કોઇ પણ મોલ કે શોપિંગ સેંટર પર હુમલો કરી શકે છે. ફેયરફેક્સ કાઉંટીના પોલીસ પ્રમુખ કેવિન ડેવિસે જણાવ્યું હતું કે ગુરૂવારે અમને પુરા વિસ્તારમાં મોલ અને શોપિંગ સેંટરો પર સુરક્ષા વધારવાની જાણકારી મળી છે. આઇએસ મોલને નિશાન બનાવે તેવા એલર્ટ બાદ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. વોશિંગ્ટન ડીસીથી ૩૦ કિમી દુર સિૃથત ફેયર ઓક્સ મોલની આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવાઇ છે. ખાસ કરીને જે પણ વિસ્તારોમાં ભીડ વધુ એકઠી થતી હોય તેની સુરક્ષા વધારી દેવામાં આવીછે. અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી કોઇ મોટો આતંકી હુમલો નથી થયો, એવામાં હવે આતંકી સંગઠન આઇએસ કોઇ મોટા હુમલાને અંજામ આપે તેવા ઇનપૂટ મળ્યા બાદ અમેરિકી પોલીસ અને એજન્સીઓ એલર્ટ કરી દેવાઇ છે.~~