વોશિંગ્ટન
અમેરીકી સરકારના વિવિધ વિભાગો વેક્સિન વગરના લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી રહ્યા છે. વેરમોન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ રેગ્યુલેસનના કમિશનર માઇકલ પિકેક આ રાજ્યોના કોવિડના આંકડાઓ અને મેનેજમેન્ટનો કાર્યભાર સંભાળે છે. તેમમું કહેવું છે કે પરિસ્થિતિ બધા લોકો માટે ચિંતાજનક અને ખિન્ન કરનારી છે. અત્યારે અમારી પ્રાથમિકતા છે કે બાલકો સલામત રીતે શાળો જઇ અભ્યાસ કરી શકે. માતા-પિતા બાળકોના સ્વાસ્થય અને શિક્ષણ અંગે ચિતાતુર હોય તેવી પરિસ્થિતિ અમેઇચ્છતા નથી. ન્યૂ ઇંગ્લેન્ડ રાજ્યોમાં વેક્સિનેશનને બને તેટલું મજબૂત કરવાની કાર્યવાહી કરાઇ રહી છે.અમેરિકામાં સબળ અને મજબૂત વેક્સિનેશન છતાં અમેરિકાના કેટલાંક રાજ્યોમાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. ન્યૂ ઇંગ્લેન્ડ ગણાતા અમેરિકાના રાજ્યોમાં અત્યારે સરકાર અગ્રતાથી લોકોને ડેલ્ટા વેરિએન્ટ અને તેની ગંભરીતા વિશે પ્રચાર કરી લોકોને જાગૃત અને માહિતગાર કરી રહી છે. કનેક્ટિકટ, ર્હોડ આઇસલેન્ડ માઇને અને માસાચ્યુસેટ સહિતના ન્યૂ ઇંગ્લેન્ડ રાજ્યોમાં અત્યારે હોસ્પિટલોના આઇ.સી.યુ.માં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. આવી પરિસ્થિતિ યથાવત્ રહી તો આગામી સમયમાં અહીં મેડિકલ સ્ટાફ તેમજ અન્ય સંસાધનોની અછત સર્જાય તેવી શક્યતા છે.