International

અમેરિકી જનરલોની ચેતવણી ઃ પાક.ના પરમાણુ શસ્ત્રો તાલિબાનના હાથમાં જઇ શકે

વોશિંગ્ટન
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના લીડર જનરલ મિલી અને મેકેન્ઝીએ ચેતવણી આપી હતી કે તાલિબાની માનસિકતા ધરાવતા પાકિસ્તાન સાથે પહેલાની જેમ ડીલિંગ કરી નહી શકાય, તેના માટે અલગ રીતે ડીલ કરવું પડશે. આના લીધે પાકિસ્તાન સાથેના સંબંધો એકદમ જટિલ થઈ ગયા છે. અમેરિકા અફઘાનિસ્તાનમાંથી નીકળી જતા પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો વધારે જટિલ થઈ જશે. તેઓનું માનવું હતું કે તાલિબાન સાથે અમેરિકાની મંત્રણાના પગલે અફઘાન લશ્કરનો જુસ્સો ભાગી ગયો હતો. તેથી અફઘાનિસ્તાનના લશ્કરના મોટાભાગે તાલિબાન સામે લડવાના બદલે પલાયન થવાનું મુનાસિબ માન્યું. આ ઉપરાંત તેઓ ભ્રષ્ટ સરકાર માટે બલિદાન આપવા જરા પણ ઇચ્છુક ન હતા.અમેરિકાના ટોચના જનરલોનો દાવો છે કે તેઓએ અમેરિકાના પ્રમુખ જાે બિડેનને ચેતવણી આપી હતી કે અફઘાનિસ્તાનમાંથી ઉતાવળે નીકળવામાં આવે તો પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને લઈને જાેખમ વધી શકે છે અને દેશની સુરક્ષા ભયમાં મૂકાઈ શકે છે. તેમનું કહેવું છે કે બિડેનના આ પગલાંના પગલે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવી છે એટલું જ નહી તાલિબાનનો પ્રભાવ પાકિસ્તાનમાં પણ ઝડપથી વધી રહ્યો છે. તાલિબાનના વિજયની પાકિસ્તાનીઓએ જે રીતે ઉજવણી કરી તે દર્શાવે છે કે પાકિસ્તાન પણ તાલિબાન થવા તરફ અગ્રેસર છે. આ સંજાેગોમાં પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો તાલિબાની વિચારધારા ધરાવતા શાસકના હાથમાં આવે તો ફક્ત એશિયા જ નહી પણ અમેરિકા તથા તેના હિતો માટે પણ મોટું જાેખમ ઊભું થઈ શકે છે. તાલિબાનને પાકિસ્તાને આપેલા સમર્થનની આપણે ચકાસણી કરવાની જરૂર છે. તેની સાથે અમેરિકાના આટલા દબાણ વચ્ચે પણ તાલિબાન ૨૦ વર્ષ સુધી કઈ રીતે ટકી રહ્યુ તેની પણ તપાસ કરવી જાેઈએ તેવી માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *