આફ્રિકા
બુર્કિના ફાસો એક સમયે શાંતિપૂર્ણ પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્રમાં હિંસા વધી રહી છે કારણ કે અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સાથે જાેડાયેલા હુમલામાં વધારો થયો છે. જેના કારણે લગભગ એક મહિના સુધી થયેલા હુમલામાં ૫૩ લોકો માર્યા ગયા હતા. તે વર્ષોમાં બુર્કિનાના સુરક્ષા દળો પરનો સૌથી ઘાતક હુમલો હતો. સરકારના પ્રવક્તા અલકાસોમ માઇગાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “બુર્કિના ફાસોના રાષ્ટ્રપતિએ આ દર્દનાક પરિસ્થિતિમાં અને માતૃભૂમિની રક્ષામાં મૃત્યુ પામેલા બહાદુર ફડ્ઢઁ અને નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે રવિવારથી ૪૮ કલાકના રાષ્ટ્રીય શોકનો આદેશ આપ્યો છે,” ચાર વર્ષથી ચાલી રહેલા ઈસ્લામિક ઉગ્રવાદીઓના આતંકને રોકવામાં નિષ્ફળ રહેલી સરકાર છેલ્લા કેટલાક મહિનાઓથી આ ઘાતક હુમલાઓનો સામનો કરી રહી છે. સાલેહ ક્ષેત્રમાં હજારો લોકો ઉગ્રવાદીઓના હુમલામાં મૃત્યુ પામ્યા છે અને લગભગ ૧૦ લાખ લોકોને તેમના ઘર છોડવા પડ્યા છે. અલ કાયદા અને ઇસ્લામિક સ્ટેટ (ૈંજીૈંજી) સાથે સંકળાયેલા આતંકવાદીઓએ પ્રદેશમાં દળોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. બુર્કિના ફાસો, નાઇજર અને માલી જેવા દેશોમાં લગભગ દર અઠવાડિયે હુમલામાં સૈનિકો માર્યા જાય છે.આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં ઓચિંતા હુમલામાં ૪૧ લોકોના મોત થયા છે. ઇસ્લામિક ઉગ્રવાદીઓએ ગયા અઠવાડિયે આ હુમલો કર્યો હતો, જેની માહિતી હવે સામે આવી છે. મૃતકોમાં દેશની સેનાને મદદ કરતી સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણી નેતાઓનો પણ સમાવેશ થાય છે. સરકારે આ માહિતી આપી છે. ગુરુવારે લોરોમ પ્રાંતમાં કાફલા પર થયેલા ભીષણ હુમલા બાદ સરકારના પ્રવક્તા અલ્કાસોમ મૈગાએ બે દિવસના શોકની જાહેરાત કરી છે. પીડિતોમાં સૌમૈલા ગણમનો પણ સમાવેશ થાય છે,. જેને લાડજી યોરો તરીકે પણ ઓળખવામાં આવે છે. બુર્કિના ફાસોના પ્રમુખ રોચ માર્ક ક્રિશ્ચિયન કાબોરે જણાવ્યું હતું કે ગણમ તેમના દેશ માટે શહિદ થયા છે અને “શત્રુ સામે લડવાની અમારી અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિક ચોક્કસપણે હશે.” આર્મ્ડ કોન્ફ્લિક્ટ લોકેશન એન્ડ ઇવેન્ટ ડેટા પ્રોજેક્ટ નાસૈબિયાના વરિષ્ઠ સંશોધક હેનીએ જણાવ્યું હતું કે, ગનમનું મૃત્યુ બુર્કિના ફાસોની સૌથી મહત્વપૂર્ણ સ્વૈચ્છિક સંસ્થાના નેતાએ ગભરાટનો માહોલ સર્જ્યો છે.